સુરત શહેરમાં પાંચ વર્ષથી વધુ સમયથી સ્થાયી 711 પોલીસકર્મીઓની આંતરિક બદલી
Surat City Police Transfer : ગુજરાતના સુરત જિલ્લાના પોલીસકર્મીઓની બદલીને લઈને સમાચાર સામે આવ્યા છે. જેમાં સુરત શહેરમાં પાંચ વર્ષથી વધુ સમયથી એક જ જગ્યાએ સ્થાયી થયેલા સુરતના 711 પોલીસકર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે આદેશ કર્યા.
સુરત શહેરના 711 પોલીસકર્મીઓની આંતરિક બદલી
રાજ્યમાં સુરત પોલીસ કમિશનરની કચેરી દ્વારા સુરત શહેરના 711 જેટલા પોલીસકર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. સુરત શહેર યુનિટ ખાતે એક જ સ્થળે પાંચ વર્ષ કરતા વધુ સમયથી ફરજ બજાવતા તેમજ રૂબરૂ રજૂઆત (ઓડલી રૂમ)માં કરેલી વિનંતી અનુસાર પોલીસ કર્મચારીઓની વહીવટી કારણોસર જાહેરહિતમાં જે-તે પોલીસ સ્ટેશન ખાતે બદલી કરી નિમણૂંક આપવામાં આવી છે.
સુરતના 711 જેટલા પોલીસ કર્મચારીઓને બેક રેફરન્સ કર્યા વિના તાત્કાલિક છૂટા કર્યા અને હાજર કર્યા અંગેનો રિપોર્ટ કચેરીએ કરવાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે આદેશ કર્યા છે. જેને લઈને સુરત શહેર પોલીસના હેડ ક્વાટર્સ, ટ્રાફિક શાખા, તમામ પોલીસ સ્ટેશન અને શાખાઓના તમામ મદદનીશ પોલીસ કમિશનરને આદેશ કરવામાં આવ્યા છે. બદલીનું સંપૂર્ણ લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો.
બદલી કરાયેલા અન્ય પોલીસકર્મીઓના નામ જાણવા માટે અહીં ક્લિક કરો.