Get The App

રાજ્યના પ્રથમ બજેટનો રસપ્રદ ઈતિહાસ, પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ 1960માં રજૂ કર્યું હતું

મહારાષ્ટ્રમાંથી ગુજરાત છૂટુ પડ્યા બાદ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રીએ રાજ્યનું બજેટ રજૂ કર્યુ હતુ

જીવરાજ મહેતા મુખ્યમંત્રી પણ હતા અને નાણાંમંત્રીનો હવાલો પણ તેમની પાસે હતો

Updated: Feb 2nd, 2024


Google NewsGoogle News
રાજ્યના પ્રથમ બજેટનો રસપ્રદ ઈતિહાસ, પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ 1960માં રજૂ કર્યું હતું 1 - image


અમદાવાદ, તા. 2 ફેબ્રુઆરી 2024 શુક્રવાર

Interesting history of the first budget of the Gujarat : ગુજરાતમાં બજેટ સત્રનો આજે બીજો દિવસ છે ત્યારે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ (KanuDesai) વિધાનસભામાં 2024-25નું બજેટ રજૂ કરશે. બજેટમાં સરકાર નાગરિકોના હિતમાં કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં બજેટ (Gujarat Budget) રજૂ કરવાનો ઈતિહાસ પણ રસપ્રદ છે. મહારાષ્ટ્રમાંથી ગુજરાત છૂટુ પડ્યા બાદ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા (Jivraj Mehta)એ રાજ્યનું બજેટ રજૂ કર્યુ હતુ. જોકે તે સમયે બજેટનું કદ 115 કરોડ રૂપિયા હતુ.

ગુજરાતનું પ્રથમ બજેટ ઓગસ્ટમાં રજૂ થયુ હતુ

ગુજરાતનું પ્રથમ બજેટ ડૉ જીવરાજ મહેતાએ રજૂ કર્યુ હતુ. એ વખતે તેઓ મુખ્યમંત્રી પણ હતા અને નાણાંમંત્રીનો હવાલો પણ તેમની પાસે હતો. તારીખ 22 ઓગસ્ટ 1960ના રોજ કામચલાઉ વિધાનસભા અમદાવાદ ખાતેથી પ્રથમ બજેટ રજૂ કરાયુ હતુ.  આમ તો નાણાંકીય વર્ષ માર્ચ એપ્રિલમાં શરૂ થતુ હોય છે પરંતુ ગુજરાતનું પ્રથમ બજેટ 22 ઓગસ્ટ 1960ના રોજ રજૂ થયુ હતુ. જેનું કારણ એ હતુ કે 1 લી મેના રોજ ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું હતુ. જેના કારણે સ્વતંત્ર ગુજરાતનું પ્રથમ બજેટ ઓગસ્ટ માસમાં રજૂ કરાયુ હતુ. 

પ્રથમ બજેટ કુલ રુપિયા 115 કરોડનું હતુ

ગુજરાતનું પ્રથમ બજેટ કુલ રૂપિયા 115 કરોડનું હતુ. જેમાં મહેસુલી આવક 54 કરોડ 25 લાખ હતી અને ખર્ચા 58 કરોડ 12 લાખ હતો. આમ બજેટમાં ખાદ્ય રૂપિયા 3 કરોડ 87 લાખ હતી. અગાઉના સમયમાં પાઈએ પાઈનો હિસાબ બજેટમાં હતો. ત્યારબાદ ઉત્તરોત્તર બજેટનું વધ અનેક ગણું વધતુ ગયુ. સતત મુખ્યપ્રધાન રહેવાનો વિક્રમ ધરાવતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ના શાસનમાં પૂર્વ નાણામંત્રી તરીકે વજુભાઈ વાળાએ સતત 18મી વખત રાજ્યનું બજેટ રજૂ કર્યુ. તો વળી વજુભાઈ વાળા (Vaju Vala)એ મોદી સાશનમાં 11મું અંદાજપત્ર રજૂ કરીને અનોખો વિક્રમ પણ રચ્યો હતો.

ગુજરાતનું આજનું બજેટ અત્યારસુધીનું સૌથી મોટું બજેટ હોવાની શક્યતા

ગુજરાતનું આજનું બજેટ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હોવાની શક્યતા છે. 2024-25 માટે આ વખતે બજેટનું કદ 3.30 લાખ કરોડ રૂપિયા રહેવાની શક્યતા છે. આ વખતે રાજ્યના બજેટ કહો કે અંદાજ પત્ર તેમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, ખેતી અને માળખાકીય સુવિધાઓ પર ભાર મૂકાઈ શકે છે. લોકસભા ચૂંટણી પૂર્વે આયોજિત આ બજેટ સત્ર 29 ફેબ્રુઆરી સુધી ચાલશે. એક મહિના સુધી ચાલનારા બજેટ સત્ર દરમિયાન કુલ 26 બેઠકો યોજાશે. ગુજરાત સરકાર છેલ્લા ઘણા સમયથી બજેટમાં સતત વધારો કરી રહી છે જેનો સીધો લાભ નાગરિકોને મળી રહ્યો છે.

રાજ્યના પ્રથમ બજેટનો રસપ્રદ ઈતિહાસ, પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ 1960માં રજૂ કર્યું હતું 2 - image


Google NewsGoogle News