મિરજાપુરમાં નિર્દોષ યુવકને દંડાથી માર્યા પછી ચાકુના ઘા મારી ખૂની હુમલો
ચાની કીટલી ઉપર ઠેસ વાગતા શખ્સ ઉપર પડતા મારી મારી કરી આતંક મચાવ્યો
ગંભીર રીતે ઘાયલ કરતા યુવક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
અમદાવાદ,સોમવાર
મિરજાપુરમાં યુવક ચાની કીટલી ઉપર હતો તે સમયે પગમાં ઠેસ વાગતા શખ્સ ઉપર પડયો હતો. જેથી બે શખ્સોએ યુવકને દંડાથી ઢોર માર માર્યા બાદ ચાકુના ઘા મારીને હત્યાનો પ્રયાસ કરીને લોહી લુહાણ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા. આ બનાવ અંગે શાહપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આજે તો તને પતાવી દેવો છે કહી શરીરે ચાકુના ઘા મારી ગંભીર રીતે ઘાયલ કરતા યુવક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
શાહપુરમાં મીલ કમ્પાઉન્ડ પાસે રહેતા યુવકે શાહપુર પોલીસ સ્ટેશનમાં વેજલપુર જુહાપુરા ખાતે રહેતા બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રવિવારે યુવક મિરજાપુર ચીકન માર્કેટ પાસે ચાની કીટલી ઉપર ચા પીવા ગયા હતા આ સમયે બન્ને આરોપી ત્યાં ઉભા હતા જ્યારે યુવકને પગમાં ઠેસ વાગતા તેઓ સમીર ઉપર પડતા તેને ઉશ્કેરાઇને તકરાર કરી હતી જેથી યુવકે જાણી જોઇને નથી પડયો તેમ કહેતા લાકડાનો દંડાથી મારવા લાગ્યો હતો.
ત્યારબાદ બન્ને જણાએ ભેગા મળીને યુવકને દંડાથી ઢોર માર મારતા હતા જેથી યુવક મારથી બચવા દૂર ચાલતો જતો હતો ત્યારે બન્નેએ તેનો પીછો કરીને ચાકુના ઘા મારીને યુવકને લોહી લુહાણ કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. બુમાબુમ થતા આસપાસના લોકો આવી જતા બંને શખ્સો હવે પછી અમારૃ નામ લઇશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને નાસી ગયા હતા ત્યારબાદ ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાો હતો. આ ઘટના અંગે શાહપુર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.