Get The App

લ્યો બોલો! 1 કિલો કોથમીર અને ગુજરાતી થાળીની કિંમત એકસમાન, મધ્યમવર્ગના ખિસ્સામાં કાણું નહીં ભૂવો પડ્યો!

Updated: Sep 22nd, 2024


Google News
Google News
લ્યો બોલો! 1 કિલો કોથમીર અને ગુજરાતી થાળીની કિંમત એકસમાન, મધ્યમવર્ગના ખિસ્સામાં કાણું નહીં ભૂવો પડ્યો! 1 - image


Inflation In Gujarat : મોંઘવારીનો ગ્રાફ દિવસે ને દિવસે સતત ઊંચે જઇ રહ્યો છે, અને તેના કાદવમાં સામાન્ય વ્યક્તિ સતત અંદર ખૂંપી રહ્યો છે. આજથી થોડા મહિના અગાઉ જ કોથમીરની કિંમત શાકભાજી સાથે મફતમાં આપવા જેટલું હતું. પરંતુ હવે સ્થિતિ બદલાઇ ગઇ છે. હવે 1 કિલો કોથમીર માટે 400 રૂપિયા સુધી ચૂકવવા પડે છે. આમ 1 કિલો કોથમીરની કિંમત રેસ્ટોરન્ટમાં મળતી ગુજરાતી થાળી જેટલી જ છે તેમ કહી શકાય.

મોંઘવારીના કારણે ધીમે-ધીમે રસોડામાંથી જરૂરી ચીજો ગુમ થઈ રહી છે. પહેલાં ડુંગળી, બટાકા, ટામેટાં અને હવે લસણ. છેલ્લા એક મહિનાથી કોથમીરની કિંમત સતત વધી રહી છે. ગત મહિને જ કોથમીરની કિંમત ૩૦૦ રૂપિયા/કિલો થઇ ગઇ હતી. જુલાઇમાં એક કિલો કોથમીરની કિંમત રૂપિયા 200 હતી. આમ ૩ મહિનામાં જ કોથમીરની કિંમત બમણી થઇ ગઇ છે. કોથમીર ઉપરાંત લસણના ભાવે પણ મઘ્યમ વર્ગના ગજવામાં ભુવો પાડી દીધો છે. 10 ગ્રામ લસણ માટે રૂપિયા 67 ચૂકવવા પડે છે. ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં લસણના ઉત્પાદનનો સરેરાશ વિસ્તાર 21,111 હેક્ટર હતો.

2023-24ની રવિ સિઝનમાં તે ઘટીને 17,143 હેક્ટર થઈ ગયું છે. એટલે લસણનું ઉત્પાદન આ વર્ષે ઘટશે અને તેથી, આ વર્ષે લસણની બજારમાં તંગી રહેશે. આ સિવાય 1 કિલો બટાકાની કિંમત રૂપિયા 63, ડુંગળીની કિંમત રૂપિયા 94, ટામેટાની કિંમત 120, કેપ્સીકમની કિંમત 140, કાકડીની કિંમત રૂપિયા 108, આદુની કિંમત રૂપિયા 270, લીંબુની કિંમત રૂપિયા 340 જેટલી છે. બીજી તરફ કઠોળના ભાવમાં પણ ઘટાડો થવાનું નામ જ લઇ રહ્યું નથી. જેના કારણે મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું ગઈ છે. હજુ આગામી થોડા દિવસ ભાવમાં ઘટાડો થવાની સંભાવના નહિવત્‌ હોવાની માહિતી સામે આવી છે.

Tags :
InflationCoriander1-kgGujarati-thaliSamePrice

Google News
Google News