મચ્છરજન્ય રોગનો ઉપદ્રવ, આ વર્ષે અમદાવાદમાં ડેન્ગ્યૂના ૨૨૨૪ કન્ફર્મ કેસ નોંધાયા

પૂર્વ અને દક્ષિણ ઝોનમાં ડેન્ગ્યૂના ૪૦૦ ઉપરાંત કેસ,મધ્યઝોનમાં ૧૦૯ કેસ

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News

       મચ્છરજન્ય રોગનો ઉપદ્રવ, આ વર્ષે અમદાવાદમાં ડેન્ગ્યૂના ૨૨૨૪ કન્ફર્મ કેસ નોંધાયા 1 - image

 અમદાવાદ,બુધવાર,1 નવેમબર,2023

અમદાવાદમાંમચ્છરજન્ય રોગનો ઉપદ્રવ વધતો જોવા મળી રહયો છે.આ વર્ષના આરંભથી ઓકટોબર અંત સુધીમાં ડેન્ગ્યૂના ૨૨૨૪ કન્ફર્મ કેસ નોંધાયા છે.પૂર્વ અને દક્ષિણઝોનમાં ૪૦૦ ઉપરાંત જયારે મધ્યઝોનમાં ડન્ગ્યૂના ૧૦૯ કેસ નોંધાયા છે.ડેન્ગ્યૂથી આ વર્ષે કુલ ત્રણ લોકોના મોત થયા છે.

શહેરના ૪૮ વોર્ડ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ડેન્ગ્યૂના કેસમાં વધારો જોવા મળી રહયો છે.આ વર્ષે જાન્યુઆરીથી ઓકટોબર અંત સુધીમાં પશ્ચિમઝોનમાં ડેન્ગ્યૂના ૩૨૪, ઉત્તરઝોનમાં ૨૭૧, પૂર્વઝોનમાં ૪૬૦, દક્ષિણઝોનમાં ૪૦૧, ઉત્તર-પશ્ચિમઝોનમાં ૩૮૭ તથા દક્ષિણઝોનમાં ૨૭૨ કેસ ડેન્ગ્યૂના નોંધાઈ ગયા છે.

ઓકટોબર સુધીમાં ડેન્ગ્યૂના કયા વોર્ડમાં વધુ કેસ

વોર્ડ            કુલ કેસ

સરખેજ         ૧૧૩

જોધપુર        ૬૯

મકતમપુરા     ૫૪

ચાંદલોડીયા    ૧૧૨

ગોતા           ૧૨૩

થલતેજ         ૭૮

બોડકદેવ       ૬૨

લાંભા           ૧૨૪

બહેરામપુરા     ૮૭

વટવા          ૭૦

રામોલ         ૧૩૧

ગોમતીપુર      ૯૯

અમરાઈવાડી   ૫૫

વસ્ત્રાલ        ૪૯

નિકોલ          ૪૧

બાપુનગર      ૬૨

સરસપુર        ૫૬

 


Google NewsGoogle News