Get The App

ગુજરાતની ખાનગી હૉસ્પિટલોમાં પોલંપોલ: PMJAY હોય તો હલકી કક્ષાનું સ્ટેન્ટ, રોકડા આપો તો સ્ટાન્ડર્ડ

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
ગુજરાતની ખાનગી હૉસ્પિટલોમાં પોલંપોલ: PMJAY હોય તો હલકી કક્ષાનું સ્ટેન્ટ, રોકડા આપો તો સ્ટાન્ડર્ડ 1 - image


Treatment of Heart Disease : ગુજરાતમાં ખાનગી હૉસ્પિટલોમાં હૃદયરોગની સારવારમાં ય ઘણો ભેદભાવ દાખવવામાં આવી રહ્યો હોવાની વાત બહાર આવી છે જેમકે, પીએમજેએવાય યોજનામાં ડૉક્ટરો દર્દીઓની જાણ બહાર હલકી કક્ષાનું સ્ટેન્ટ નાખી દે છે. ડૉક્ટરો દર્દીને, દર્દીના પરિવારજનને સ્ટેન્ટ વિશે માહિતી સુદ્ધાં આપતાં નથી. બીજી તરફ, આ જ ડૉક્ટરો રોકડા આપો તો, સ્ટાન્ડર્ડ મેડિકેટેડ સ્ટેન્ટ નાખે છે. સાથે સાથે દર્દી અને પરિવારજનોને બધી માહિતીથી માહિતગાર કરતાં હોય છે. 

પૈસા આપો તો દર્દીને ફોરેનના મેડિકેટેડ સ્ટેન્ટ વિશે માહિતી અપાય છે, બાકી બઘું જ પોલંપોલ

સામાન્ય રીતે રૂ.11 હજારથી માંડીને રૂ.45 હજાર સુધીના સ્ટેન્ટ બજારમાં ઉપલબ્ધ છે. જુદી જુદી હૉસ્પિટલો વિવિધ કંપનીઓના સ્ટેન્ટનો ઉપયોગ કરે છે. ગુજરાતમાં ઘણી કૉર્પોરેટ હૉસ્પિટલ સ્ટાન્ડર્ડ મેડિકલ સ્ટેન્ટનો ઉપયોગ કરવામાં માને છે જ્યારે ઘણી હૉસ્પિટલોમાં ડૉક્ટરો વઘુ નફો કમાવવાની લ્હાયમાં હલકી કક્ષાના સ્ટેન્ટનો એન્જિયોપ્લાસ્ટીમાં ઉપયોગ કરતાં હોવાની ચર્ચા છે.

આ પણ વાંચો : દર્દી લાવો-કમિશન મેળવો: ગુજરાતમાં કોર્પોરેટ-ખાનગી દર્દીઓની મફત સારવાર પણ જનરલ પ્રેક્ટિશનરોને જલસા

વાસ્તવમાં હૉસ્પિટલમાં દર્દીની કેવી સારવાર કરવામાં આવી રહી છે? કયા પ્રકારનું સ્ટેન્ટ નાંખવામાં આવશે તે તમામ બાબતની માહિતી દર્દીના પરિવારજનને આપવી જોઈએ. રાજ્યની હૉસ્પિટલોમાં આવી વ્યવસ્થા જ નથી. આ કારણોસર ખ્યાતિ હૉસ્પિટલ કાંડ બાદ આરોગ્ય સેવાઓ શંકાના ઘેરામાં આવી ગઈ છે. 


Google NewsGoogle News