Get The App

'ટેસ્લા સાથે વાત ચાલી રહી છે', ગુજરાતમાં ટેસ્લાના રોકાણ અંગે ઉદ્યોગ મંત્રીનું મોટું નિવેદન

ઈલોન મસ્કે ભારતમાં ઈવી કાર પ્રોજેક્ટ માટે ગુજરાત પર પસંદગીનો કળશ ઢોળ્યો છે

Updated: Jan 5th, 2024


Google NewsGoogle News
'ટેસ્લા સાથે વાત ચાલી રહી છે', ગુજરાતમાં ટેસ્લાના રોકાણ અંગે ઉદ્યોગ મંત્રીનું મોટું નિવેદન 1 - image


Tesla Can Invest In Gujarat: વિશ્વની સૌથી મોટી ઈલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની ટેસ્લાએ ભારતમાં કાર મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ નાંખવા લગગભ મન બનાવી લીધું છે. અધિકારિક સૂત્રોના મતે, ટેસ્લા ગુજરાતમાં સાણંદ નજીક કાર મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ શરૂ કરે તેવી શક્યતા છે. જાન્યુઆરી-2024માં યોજાનારાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ટેસ્લા સાથે એમઓયુ થઇ શકે છે. ગુજરાતમાં ટેસ્લાના રોકાણ અંગે રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહનું મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ટેસ્લા સાથેની ડીલ પાઈપલાઈનમાં છે. ટેસ્લા સાથે હાલ વાતચીત ચાલી રહી છે. અન્ય કંપનીઓ સાથે પણ વાતચીત ચાલી રહી છે. 

મહત્વનું છે કે, વિશ્વના ધનિક વ્યક્તિ ગણાતાં ઈલોન મસ્ક ભારતમાં ઈવી કાર પ્રોજેક્ટ માટે ગુજરાત પર પસંદગીનો કળશ ઢોળ્યો છે જેના પગલે ગુજરાત રાજ્યના ઉદ્યોગ વિભાગે ટેસ્લા પ્રોજેક્ટ માટે સાણંદ નજીક જમીન ફાળવણીની તૈયારીઓ આદરી છે. 

ખુદ ટેસ્લા કંપનીએ વાત કરી હતી કે, ટેસ્લા ભારતમાં ઈવી કાર ઉપરાંત બેટરીનું મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ શરૂ કરવા ઇચ્છુક છે ત્યારે વર્ષ 2023ના અંત સુધીમાં ભારતમાં ઈવી કાર મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટનું સ્થળની પસંદગી કરી લેશે. મહારાષ્ટ્ર, તામિલનાડુ અને તેલગાંના સહિત અન્ય રાજ્ય ટેસ્લાને સ્કીમ-સહાય આપવાના બહાને આકર્ષવા માટે મથામણ કરી રહ્યા હતા. આ ઉપરાંત ટેસ્લા ઈવી કાર મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ શરૂ કરી પોતાના રાજ્યમાં રોકાણ કરે તે માટે વિવિધ રાજ્યો વચ્ચે ખેંચતાણ જામી છે ત્યારે આખરે ગુજરાતે બાજી મારી છે.

સૂત્રોના મતે, આખરે એલન મસ્કે ટેસ્લા કાર મેન્યુફેકચરીંગ કાર પ્રોજેક્ટ માટે ગુજરાતની પસંદગી કરી લીધી છે. ટેસ્લા ગુજરાતમાં ઇવી કાર મેન્યુફેક્ચરીંગ યુનિટ શરૂ કરે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ   છેલ્લી ઘડીના પ્રયાસો હાથ ધર્યા હતાં તેમા સફળતા સાંપડી છે.અધિકારિક સૂત્રોના મતે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ટેસ્લા કાર જ આકર્ષણનું કેન્દ્ર હશે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ જ્યારે ટેસ્લાએ જયારે પ્લાન્ટ માટે જગ્યાની શોધખોળ શરૂ કરી ત્યારે પણ ગુજરાતમાં કંડલા- મુંદ્રા પોર્ટ ખાતે જગ્યા આપવા તૈયારી દર્શાવાઇ હતી. પણ હવે જયારે ટેસ્લાએ કાર પ્લાન્ટ પર ગુજરાતની પસંદગી કરી છે ત્યારે રાજ્યના ઉદ્યોગ વિભાગે ટેસ્લાને જમીન કયાં ફાળવી શકાય અને જરૂરિયાત આધારે કેટલી જમીન ફાળવવી તે અંગેનો ધમધમાટ શરૂ કર્યો છે. ઉદ્યોગ વિભાગના અધિકારીઓએ સાણંદ નજીક જગ્યા ફાળવવા માટે જમીનોનું નિરીક્ષણ કર્યુ છે. ટાટા કાર પ્રોજેક્ટ બાદ સેમિકન્ડકટર પ્રોજેક્ટ માટે વિશ્વની ટોપની માઇક્રોન કંપનીને પણ ચિપ્સ માટે સાણંદ નજીક જ જમીન ફાળવી દેવામાં આવી છે. સેમિકન્ડકટર પ્રોજેક્ટ શરૂ થઇ ચૂક્યો છે. હવે ટેસ્લા કાર પ્રોજેક્ટ પણ સાણંદ નજીક શરૂ થાય તે જોતાં આ વિસ્તાર ઔદ્યોગિક દ્રષ્ટિએ વધુ વિકસીત થશે તે નક્કી છે.   આ વખતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં વિશ્વની મોટી કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરે તે માટે પૂરજોશમાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેમાં ટેસ્લા કારનું આગમન એ ગુજરાત માટે મોટી સિધ્ધી સમાન છે.


Google NewsGoogle News