લેન્ડ યોટિંગ અભિયાન: એશિયામાં એકમાત્ર કચ્છના રણમાં યોજાય છે અનોખી સ્પર્ધા
Land Yachting Campaign In Rann of Kutch : ગુજરાતના કચ્છના રણ ખાતે ઈન્ડિયન આર્મી દ્વારા લેન્ડ યોટિંગ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અનોખી સ્પર્ધા એશિયામાં એકમાત્ર કચ્છના રણમાં યોજાય છે, જેમાં દેશભરમાંથી 20 આર્મી જવાનોએ ભાગ લીધો છે.
કચ્છના રણમાં લેન્ડ યોટિંગ અભિયાનનું આયોજન
કચ્છના ધોરડો ખાતે રણમાં આર્મી જવાનો દ્વારા લેન્ડ યોટિંગ અભિયાનનું આયોજન કર્યું. રાજ્યની સરહદ વિસ્તારમાં રહેતા લોકો આર્મીમાં જોડાય અને ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા જવાનો કચ્છ અને તેની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થાય તેવા ઉદ્દેશ્ય સાથે સાહસિક અભિયાન શરૂ કરાયું છે. કચ્છના ધોરડો ખાતે 400 કિ.મી.ના અંતરમાં 20 આર્મી જવાનો પાંચ દિવસની સફર કરશે.
ઈન્ડિયન આર્મીના આ અભિયાન અંતર્ગત કચ્છના વિધાકોર્ટ, ધોરડો, ધર્મશાળા, શક્તિબેટ સહિતના સરહદી વિસ્તારો મુલાકાત કરશે. લેન્ડ યોટિંગ અભિયાનમાં 400 કિ.મી.નું અંતર પૂર્ણ થયા બાદ તેનું સમાપન કરાશે.