Get The App

ગુજરાત સહિત 9 રાજ્યમાં આજે પણ વરસાદનું રેડ એલર્ટ, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
ગુજરાત સહિત 9 રાજ્યમાં આજે પણ વરસાદનું રેડ એલર્ટ, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ 1 - image


Weather News and IMP updates | ઓગસ્ટનો મહિનો હવે અંતની અણીએ છે ત્યારે સમગ્ર દેશમાં ભારે વરસાદનો સિલસિલો હજુ યથાવત્ છે. હવામાન વિભાગે રવિવારે ફરી એકવાર લેટેસ્ટ અપડેટ જાહેર કર્યું. જેમાં ગુજરાત સહિત લગભગ 9 જેટલાં રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. 

ગુજરાત સહિત 9 રાજ્યોમાં રેડ એલર્ટ 

હવામાન વિભાગે આજે પણ તેની આગાહીમાં ગુજરાત સહિત 9 રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. જ્યારે અન્ય 4 રાજ્યોમાં વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ઉલ્લેખનીય છે કે ત્રિપુરા અને ગુજરાતમાં છેલ્લાં ઘણાં દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને ઠેર ઠેર પૂર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. ત્રિપુરામાં સ્થિતિ ચિંતાજનક બની ગઇ છે. 

હવામાન વિભાગની આગાહી... 

હવામાન વિભાગે રવિવારે દિલ્હીમાં વાદળછાયું આકાશ અને મધ્યમ વરસાદની આગાહી કરી છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન 35 અને 26 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. બીજી બાજુ ઓડિશા, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, રાજસ્થાનમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 

આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન?

26 ઓગસ્ટે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ, ગોવા અને કર્ણાટક માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં પણ ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે.

27 ઓગસ્ટની પણ આગાહી 

મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના અનેક ભાગો માટે 27 ઓગસ્ટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સિવાય હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કેરળ, ત્રિપુરા અને મિઝોરમમાં ભારે વરસાદની સંભાવના છે. મૂશળધાર વરસાદથી ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં સમસ્યા સર્જાઈ શકે છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં 28 ઓગસ્ટે ઓરેન્જ એલર્ટ છે. આ સિવાય મહારાષ્ટ્ર, કેરળ, આસામ, ત્રિપુરા, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડમાં પણ ભારે વરસાદ થઈ શકે છે.

ગુજરાત સહિત 9 રાજ્યમાં આજે પણ વરસાદનું રેડ એલર્ટ, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ 2 - image


Google NewsGoogle News