Get The App

ગુજરાતના આ વિસ્તારને આગામી 3 કલાક વરસાદ ધમરોળશે, જુઓ હવામાન વિભાગની આગાહી

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
ગુજરાતના આ વિસ્તારને આગામી 3 કલાક વરસાદ ધમરોળશે, જુઓ હવામાન વિભાગની આગાહી 1 - image


India Meteorological Department Forecast : વહેલી સવારથી જ રાજ્યમાં ઠેર-ઠેર વરસાદી ઝાપટાં તો ક્યાંક ધોધમારના વરસાદના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં એક ઇંચથી માંડીને 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આજે હવામાન વિભાગ તથા ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. ગત 24 કલાકમાં 116 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ નડિયાદમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. 

ગુજરાતના આ વિસ્તારને આગામી 3 કલાક વરસાદ ધમરોળશે, જુઓ હવામાન વિભાગની આગાહી 2 - image

આ પણ વાંચો : ગુજરાતમાં ફરી સાર્વત્રિક વરસાદનો માહોલ: નડિયાદમાં સૌથી વધુ 5 ઇંચ, 12 જિલ્લામાં રેડ એલર્ટ

આગામી 3 કલાક માટે આઇએમડીએ કરી આગાહી

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 3 કલાક દરમિયાન જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ખેરા, આણંદ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, દેવભૂમિ દ્વારકા, જામનગરમાં હળવા વરસાદની સંભાવના છે. તો બીજી તરફ આગામી 3 કલાક દરમિયાન મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, કચ્છ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

ગુજરાતના આ વિસ્તારને આગામી 3 કલાક વરસાદ ધમરોળશે, જુઓ હવામાન વિભાગની આગાહી 3 - image

29મી જુલાઈની આગાહી

રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી દક્ષિણ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, આજે(29મી જુલાઈ) કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ સિવાયના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ અને છોટા ઉદેપુર જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર,  સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડી સહિતના જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :  અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ શરૂ, આકાશમાં છવાયા કાળાડિબાંગ વાદળો, રાજ્યમાં કેવી છે સ્થિતિ?

ગુજરાતના આ વિસ્તારને આગામી 3 કલાક વરસાદ ધમરોળશે, જુઓ હવામાન વિભાગની આગાહી 4 - image

30મી અને 31મી જુલાઈ દરમિયાન માત્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં નવસારી અને વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


Google NewsGoogle News