અમદાવાદમાં ભારત-પાક.મેચમાં પોલીસનો જડબેસલાક પહેરો,જાણો કેવી રીતે રાખશે બાજ નજર

અનિચ્છનિય ઘટનામાં VVIPને તાત્કાલિક સ્ટેડિયમમાંથી બહાર કાઢી શકાય તે માટે 3 સ્પેશિયલ એક્ઝિટ ડોર તૈયાર

VVIPને સ્ટેડિયમ સુધી લાવવા પ્રત્યેક એસ્કોર્ટ્સને ડીએસપી સ્તરના અધિકારી લીડ કરશે

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
અમદાવાદમાં ભારત-પાક.મેચમાં પોલીસનો જડબેસલાક પહેરો,જાણો કેવી રીતે રાખશે બાજ નજર 1 - image



અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ વર્લ્ડ કપની પાંચ મેચોનું આયોજન કરવામાં આવ્યું છે. (Ahmedabad)જેમાંથી પ્રથમ ઇગ્લેન્ડ અને ન્યૂ ઝિલેન્ડ વચ્ચેની મેચ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.(Narendra modi stadium) ત્યારે હવે આગામી 14મી ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ જામવાનો છે. (police force)આ મેચમાં અમદાવાદ શહેર ઉપરાંત રાજ્ય, દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો સાથે વીઆઇપી/વીવીઆઇપીની હાજરી પણ રહેશે. (ind vs pak match) જેથી પોલીસ માટે આ મેચ સુરક્ષાના બંદોબસ્તને લઈને મોટો પડકાર સાબિત થઈ રહી છે.(cricket world cup) આજે મુખ્યમંત્રીએ પણ મેચને લઈને સચિવો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી. 

પુરતા પાયલોટ-એસ્કોર્ટનું આયોજન કરવામાં આવ્યું 

અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ. મલિક દ્વારા આજે પત્રકાર પરિષદ કરીને જણાવાયું હતું કે, અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ યોજાશે. જેમાં બંને ટીમોનું રોકાણ પણ એટલું જ મહત્વનું છે. આ માટે બંને ટીમો 11મી ઓક્ટોબરથી જ શહેરમાં આવી જવાની છે. આ ટીમોના રોકાણના સ્થળે, પ્રેકટીસ સેશન્સની મુવમેન્ટ માટે પુરતા પાયલોટ-એસ્કોર્ટનું આયોજન કરવામાં આવ્યું છે.શહેર પોલીસ દ્વારા ક્રિકેટ સ્ટેડીયમ ઉપરાંત ટીમ્સના રોકાણના સ્થળે ટ્રાફિક બંદોબસ્ત તથા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તે ઉપરાંત બે હજારથી વધુ હોમગાર્ડને પણ તૈનાત કરવામાં આવશે. 

અલાયદી મહિલા પોલીસની ટીમ કાર્યરત રહશે

સુરક્ષાને લઈને શહેરમાં એનએસજી-3, હીટ ટીમ, પાંચ ક્યુઆરટી ટીમ્સ, બે ચેતક કમાન્ડો હીટ, એક એન્ટી ડ્રોન ટીમ, માઉન્ડેટ પોલીસ, 10 સીસીટીવી સર્વેલન્સ ટાવર, પૂરતી સંખ્યામાં DFMD/HHMD/Baggage Scanner, MMCV સાથે એક હજાર જેટલા બોર્ડીવોર્ન કેમેરા અને શહેરના આશરે 2 હજાર જેટલા સીસીટીવી કેમેરા સર્વેલન્સ નેટવર્કનો પણ ઉપયોગ કરવામાં આવશે. સ્ટેડીયમમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકો આવનાર હોવાથી સ્ટેડીયમ ખાતે ચેકીંગ ફીસ્કીંગની અદ્યત્તન વ્યવસ્થા, મહિલા પ્રેક્ષકોના ફ્રીસ્કીંગ માટે એક્લોઝર સહિતની અલાયદી મહિલા પોલીસની ટીમ કાર્યરત રહશે. 

પોલીસ તંત્ર દ્વારા ઇવેક્યુવેશન પ્લાન તૈયાર કરાયો છે

સ્ટેડીયમમાં પાણીની બૉટલ,ખાદ્ય સામગ્રી કે અન્ય કોઇપણ વાંધાજનક સાહિત્ય ન પ્રવેશે તે માટે પુરતુ સર્વેલન્સ, મેચ સમયે આશરે 1 લાખથી વધુ પ્રેક્ષકો હોવાથી કોઇપણ આકસ્મિક જરૂરીયાત ઉભી થયેથી આ પ્રેક્ષકોને સરળતાથી બહાર લાવવા માટે ઇવેક્યુવેશન પ્લાન પણ તૈયાર કરાયો છે. શહેરના મહત્વના એન્ટી-એક્ઝીટ પોઇન્ટ્સ પર વ્યહાત્મક રીતે રેન્ડમલી પથીક સોફ્ટવેરની મદદથી વાહન ચેકીંગ પણ કરાય છે. હોટેલ્સ,ગેસ્ટહાઉસીસમાં કરાતા ચેકીંગ ઉપરાંત કોઇપણ શંકાસ્પદ પ્રવૃતિ સાથે જોડાયેલ વ્યક્તિઓ,શકમંદ ઇસમોની ગતિવિધીઓ પર પણ જરૂરી વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરાઇ રહેલ છે. વિવિધ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ્સ પર પણ કોઇપણ વાંધાજનક પ્રવૃત્તિ સંદર્ભે પૂરતી વોચ રાખવામાં આવી રહી છે. 

સ્ટેડિયમની અંદર આવી હશે સુરક્ષા વ્યવસ્થા

મેચના ત્રણ કલાક પહેલા પ્રવેશ આપવાનું શરૂ થશે

સ્ટેડિયમના બહારના ગેટ પર ફિઝિકલ ચેકિંગ થશે

મહિલા અને પુરૂષોના બેગ અને પર્સની તપાસ થશે

સ્ટેડિયમની અંદર મેટલ ડિટેક્ટરથી તપાસ થશે

સ્ટેડિયમની એક લિફ્ટ VVIP માટે જ રિઝર્વ રહેશે

સ્નિફર ડોગ, બોમ્બ સ્ક્વોડ સાવચેતી માટે તહેનાત રહેશે

સ્ટેડિયમની બહારના વિસ્તારમાં ડ્રોન કેમેરાથી નજર રખાશે

અંદાજે 20થી 25 ટકા VVIP મેચ દરમિયાન હાજર રહેશે ત્યારે વિશેષ સુરક્ષા વ્યવસ્થા

VVIPને ઍરપોર્ટથી સ્ટેડિયમ સુધી લાવવા માટે વિશેષ કોરિડોર તૈયાર કરાશે

VVIPને સ્ટેડિયમ સુધી લાવવા પ્રત્યેક એસ્કોર્ટ્સને ડીએસપી સ્તરના અધિકારી લીડ કરશે

અનિચ્છનિય ઘટનામાં VVIPને તાત્કાલિક સ્ટેડિયમમાંથી બહાર કાઢી શકાય તે માટે 3 સ્પેશિયલ એક્ઝિટ ડોર તૈયાર

અમદાવાદમાં ભારત-પાક.મેચમાં પોલીસનો જડબેસલાક પહેરો,જાણો કેવી રીતે રાખશે બાજ નજર 2 - image


Google NewsGoogle News