મધ્યમવર્ગનું બજેટ ખોરવાશે! શાકભાજીના ભાવમાં વધારો ઝીંકાયો, ઉંધિયાનો ચટાકો મોંઘો પડશે
Increase in Vegetable Prices : શિયાળામાં આ વખતે સ્વાદપ્રેમીઓને ઉંધિયાનો ચટાકો મોંઘો પડી શકે છે. વાત એમ છે કે, કમોસમી વરસાદથી શાકભાજીની કિંમતમાં રૂપિયા 10થી રૂપિયા 20નો વધારો થયો છે. સામાન્ય રીતે શિયાળો શરુ થતાં શાકભાજીની આવક શરુ થઈ જતી હોય છે. શિયાળામાં શાકભાજીના ભાવ ઓછા રહેતા હોય છે. પરંતુ આ વખતે હજુ શાકભાજીના ભાવ આસમાને છે.
શાકભાજીના ભાવને કારણે મઘ્યમ વર્ગ પરેશાન છે. અમદાવાદમાં વટાણા, મેથી, ગાજર અને તુવેરનો ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ છે. ટામેટા અને ડુંગળી 80 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. આ સિવાય ગુવાર, ભીંડા, મરચાં સહિત અન્ય શાકભાજીના ભાવ પણ ખૂબ વધારે છે. મઘ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાંથી મોટા પ્રમાણમાં લસણની આયાત થાય છે.
પરંતુ આ વર્ષે કમોસમી વરસાદને પગલે આ બંને રાજ્યોમાં પણ લસણનું ઉત્પાદન ઓછું થયું છે.જૂના લસણનો સ્ટોક પૂરો થવા આવ્યો છે જ્યારે નવું ઉત્પાદન ઓછું હોવાથી બજારમાં માલની આવક ઘટી છે. શિયાળાને પગલે લસણની માગ વધી છે અને બજારમાં તેનો પુરવઠો સતત ઘટી રહ્યો છે. સૂકા લસણની કિંમત ઓનલાઇન હાલ રૂપિયા 600ની આસપાસ પહોંચી છે.
અમદાવાદમાં શાકભાજીની કિંમત
શાકભાજી | કિંમત (પ્રતિ કિલો) |
બટાકા | રૂ. 55-રૂ. 65 |
ડુંગળી | રૂ. 62-રૂ. 70 |
ફલાવર | રૂ. 70-રૂ. 80 |
કોબી | રૂ. 40-રૂ. 45 |
ટામેટાં | રૂ. 56-રૂ. 65 |
આદુ | રૂ. 80-રૂ. 90 |
ભીંડા | રૂ. 90-રૂ. 100 |
રીંગણા | રૂ. 120-રૂ. 130 |
રતાળું | રૂ. 80-રૂ. 90 |
લસણ | રૂ. 550-રૂ. 600 |
સુરણ | રૂ. 130 |