Get The App

ઇન્કમ ટેક્સ અંડરબ્રિજ 2જી ફેબ્રુઆરીથી 10 દિવસ સુધી એક તરફ અવરજવર માટે બંધ કરવામાં આવશે

Updated: Jan 31st, 2025

GS TEAM


Google News
Google News
ઇન્કમ ટેક્સ અંડરબ્રિજ 2જી ફેબ્રુઆરીથી 10 દિવસ સુધી એક તરફ અવરજવર માટે બંધ કરવામાં આવશે 1 - image


Ahmedabad News : અમદાવાદમાં ઇન્કમ ટેક્સ અંડરબ્રિજ 2જી ફેબ્રુઆરીથી 10 દિવસ સુધી એક તરફ અવરજવર માટે બંધ કરવામાં આવશે. અંડરબ્રિજમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજની જાળી નીચે RCCની દીવાલને નુકસાન થયું હોવાને લઈને આ પ્રકારનો નિર્ણય કરાયો છે. 

ઇન્કમ ટેક્સ ચાર અંડરબ્રિજ 10 દિવસ બંધ રહેશે

અમદાવાદમાં આવેલા ઇન્કમ ટેક્સ ચાર રસ્તા પાસેના અંડરબ્રિજનું સમારકામ કરવાનું હોવાથી આગામી 2 ફેબ્રુઆરીથી એક તરફનો રસ્તો બંધ રહેશે. જ્યારે વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે એક તરફની સાઈડનું સમારકામ ચાલશે, ત્યારે અન્ય સાઈડ ખુલ્લી રાખવામાં આવશે. 

આ પણ વાંચો: સિવિલ જજની 212 જગ્યાઓ માટેની ભરતી હાઈકોર્ટે બહાર પાડી, ઓનલાઈન કરી શકાશે અરજી

સમગ્ર મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, 'ઇન્કમ ટેક્સ ખાતે આવેલો અંડરબ્રિજની નીચેના ભાગે સ્ટોર્મ વોટરની ચેનલ પસાર થતી હોય છે. જેનું નુકસાન થયું છે. આમ ભવિષ્યમાં ત્યાં કોઈ વાહન ન ફસાય તેને લઈને રિપેરિંગ કામ કરાશે. જેમાં 10 દિવસ દરમિયાન સમારકામ ચાલશે.'

Tags :