દસ્તાવેજો વાંધાજનક છે કે નહીં તે આવકવેરા ખાતું એકલું નક્કી ન કરે, દરોડાના વિવાદના કેસમાં ગુજરાત HCનું અવલોકન
દરોડાના કેસમાં આઈ.ટી. એફિડેવિટ ફાઈલ ન કરી શક્યું
અમદાવાદ, ગુરુવાર
Gujarat high court : ગુજરાત હાઈકોર્ટના આદેશ પ્રમાણે આવકવેરા ખાતું દરોડાના કેસમાં જપ્ત કરવામાં આવેલા દસ્તાવેજી પુરાવાઓનો ઉપયોગ કરવો તે અંગ એફિડેવિટ ફાઈલ કરવા જણાવ્યું હતું, પરંતુ પક્ષકાર આ એફિડેવિટ ફાઈલ કરી શક્યા નહોતા. અવિરત ગુ્રપ અને શ્રીપરમ ગુ્રપ પર પાડવામાં આવેલા દરોડા વખતે મૌલિક શેઠની ઓફિસમાંથી જપ્ત કરવામાં દસ્તાવેજો વાંધાજનક છે કે નહિ તે નક્કી માત્ર આવકવેરા અધિકારી જ નિર્ણય લેશે નહિ, તેને માટે તેમણે દરોડાનો ભોગ બનેલી વ્યક્તિ વતીથી કોઈ અન્ય વ્યક્તિને કે એક્સપર્ટને પણ તે બતાવવા પડશે અને તેને શા માટે વાંધાજનક ગણવામાં આવી રહ્યા છે તેની સમજણ પણ આપવી પડશે. આ સંજોગોમાં આવકવેરા ખાતાના નિષ્ણાતો એકલા જ દસ્તાવેજો વાંધાજનક છે કે નહિ તે નક્કી કરી શકશે નહિ.
દસ્તાવેજો વાંધાજનક છે કે નહિ તે નક્કી કરવા માટે પક્ષકારના એક્સપર્ટને હાજર રાખવાનો હાઈકોર્ટે આદેશ આપ્યો
મૌલિક શેઠને ત્યાં દરોડા પાટીને આવકવેરાના દરોડા સાથે સ્નાનસૂતકનો સંબંધ ન હોય તેવા પક્ષકારોના દસ્તાવેજો જપ્ત કરી લેવામાં આવ્યા હતા. થર્ડ પાર્ટીઓના આ દસ્તાવેજોનો ઉપયોગ કરવાને મુદ્દે આવકવેરા અધિકારીઓને વીસમી એફિડેવિટ કરવાનો આદેશ પણ ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ આજે તેઓ એફિડેવિટ ફાઈલ કરી શક્યા નહોતા. આવકવેરા ખાતા વતીથી રજૂઆત કરતાં આ એફિડેવિટ કરવાની કામગીરી બે દિવસમાં પૂરી થઈ શકે તેમ જ નથી. આ સાથે જ તેમણે તેને માટે એક મહિનાનો સમય માગ્યો હતો. હાઈકોર્ટે આ કેસમાં એફિડેવિડ 9મી જાન્યુઆરીની હિયરિંગ પહેલા કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. દરોડા સાથે સંકળાયેલી ન હોય તેવી વ્યક્તિઓના દસ્તાવેજો પણ આવકવેરા અધિકારીઓએ મૌલિક શેઠની ઓફિસ પરની તપાસ દરમિયાન જપ્ત કરી લીધા હોવાના મુદ્દાના અનુસંધાનમાં આ એફિડેવિટ કરવાની સૂચના આપવામાં આવી છે.