Get The App

ગુજરાતમાં વક્ફ સંપત્તિઓની આવક 20 કરોડથી ઘટીને ઝીરો થઈ!

Updated: Apr 22nd, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાતમાં વક્ફ સંપત્તિઓની આવક 20 કરોડથી ઘટીને ઝીરો થઈ! 1 - image


Waqf Property In Gujarat: કેન્દ્ર સરકારે વક્ફ એક્ટમાં કરેલા સુધારાના કારણે વક્ફ સંપત્તિઓનો મુદ્દો ચર્ચામાં છે. ત્યારે એક રસપ્રદ વાત એ છે કે, ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં વક્ફ સંપત્તિઓમાંથી કોઈ આવક જ નથી થતી. 6 વર્ષ પહેલાં જ ગુજરાતની વક્ફ સંપિાઓમાંથી થયેલી આવક 19.78 કરોડ રૂપિયા હતી પણ સરકારી ડેટા પ્રમાણે છેલ્લાં 3 નાણાંકીય વર્ષમાં આ આવક શૂન્ય થઈ ગઈ છે.

અગાઉ 6 વર્ષ પહેલાં 19.78 કરોડ હતી 

વક્ફ એસેટ્‌સ મેનેજમેન્ટ સિસ્ટમ ઓફ ઈન્ડિયા (WAMSI) વેબસાઈટના ડેટા પ્રમાણે, ગુજરાતમાં કુલ 45,358 વક્ફ સંપત્તિ છે. આ પૈકી 39940 અચલ સંપિા એટલે કે ઈમ્મૂવેવલ પ્રોપર્ટી છે, જ્યારે 5,480 ચલ એટલે કે મૂવેબલ સંપિા છે. વેબસાઈટ પર અપાયેલી માહિતી પ્રમાણે, છેલ્લાં 15 નાણાંકીય વર્ષમાં એટલે કે 2010-11થી 2024-25 દરમિયાન ગુજરાતમાં વક્ફ સંપિાઓની સંખ્યામાં કોઈ ફેરફાર થયો નથી. પરંતુ વક્ફ સંપિાઓમાંથી થતી આવકમાં બહુ મોટો ફેરફાર થયો છે. 10 વર્ષ પહેલાં ગુજરાતમાં વક્ફ સંપત્તિઓમાંથી 7,66,38,172 રૂપિયાની આવક થતી હતી અને 2018-19માં તો આ આવક વધીને 19.78 કરોડ રૂપિયા પર પહોંચી હતી. છેલ્લાં ત્રણ વર્ષમાં આ આવક ઘટીને ઝીરો પર આવી ગઈ છે. 

આ વેબસાઈટ ભારત સરકારના લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા સંચાલિત છે અને તેમાં દેશનાં દરેક રાજ્યમાં વક્ફ સંપિાઓને લગતી તમામ વિગતો ઉપલબ્ધ છે. દરેક રાજ્યના ક્યા તાલુકામાં કેટલી વક્ફ સંપિાઓ છે અને ક્યા પ્રકારની સંપિાઓ છે તેની વિગતો આ વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ આધારભૂત સાાવાર ડેટા છે તેથી તેની વિગતો વિશે કોઈ શંકા કરી શકાય તેમ નથી. 

આ પણ વાંચો: અમદાવાદમાં અસામાજિક તત્ત્વો બન્યા બેફામ, જુહાપુરામાં છરી અને લાકડી વડે છુટ્ટા હાથની મારામારી

વર્ષ 2019-20માં વક્ફ સંપત્તિઓમાંથી કુલ 4,94,54,311 રૂપિયા એટલે કે લગભગ 4.94 કરોડની આવક થઈ હતી. 2020-21માં આવક ઘટીને 4,53,11,463 રૂપિયા થઈ. 2021-22માં આવક ઘટીને 36,130,212 રૂપિયા થઈ. કોરોનાના કારણે આવકમાં ઘટાડો થયાનું મનાય છે, પરંતુ આશ્ચર્યજનક વાત હવે આવે છે. વક્ફ એસેટ્‌સ મેનેજમેન્ટ સિસ્ટમ ઓફ ઈન્ડિયા (WAMSI) વેબસાઈટના ડેટા પ્રમાણે, છેલ્લાં ત્રણ નાણાંકીય વર્ષથી ગુજરાતમાં વક્ફ સંપત્તિઓમાંથી થતી નેટ ઈન્કમ ડીકલેર્ડ એટલે કે જાહેર કરાયેલી ચોખ્ખી આવક ઝીરો છે. 

વક્ફ બોર્ડની વેબસાઈટ ખોલો તો કાયદા વિભાગની ખૂલે છે!

ગુજરાતમાં વક્ફ બોર્ડ અસ્તિત્વમાં છે પણ તેની વેબસાઈટ પર કોઈ માહિતી જ નથી. ગુગલ પર સર્ચ કરો તો ગુજરાત સ્ટેટ વક્ફ બોર્ડની સત્તાવાર વેબસાઈટ હોવાનું દેખાય છે. તેના પર ક્લિક કરો એટલે ગુજરાત સ્ટેટ વક્ફ બોર્ડની વેબસાઈટ ખૂલે છે ખરી પણ હોમ પેજ પર ગુજરાતમાં વક્ફ બોર્ડના ટૂંકા ઈતિહાસ સિવાય બીજી કોઈ વિગત નથી મળતી. હોમ પેજ પર બીજાં સેક્શન પર ક્લિક કરો તો ગુજરાત સરકારના કાયદા વિભાગની વિગતો આવે છે. વક્ફ બોર્ડની ઓફિસ ક્યાં છે, કોણ કોણ હોદ્દેદારો છે, ફોન નંબર કે ઈમેલ આઈડી શું એવી પ્રાથમિક માહિતી પણ વેબસાઈટ પર નથી. ડિજિટલ ઈન્ડિયાની વાતો વચ્ચે સરકારી વિભાગની આ હાલત દયનિય કહેવાય.

ગુજરાતમાં વક્ફ સંપત્તિઓની આવક 20 કરોડથી ઘટીને ઝીરો થઈ! 2 - image



Tags :