વિવિધ કોર્ટમાં અમદાવાદ મ્યુનિ.ના ૬૪૨૯ કેસ, બે કરોડથી વધુ ફી ચૂકવાઈ
સુપ્રિમમાં ૭૩, ગુજરાત હાઈકોર્ટમાં ૩૯૮૦,સીટી સિવિલ કોર્ટમાં ૧૬૬૨ કેસ
અમદાવાદ,સોમવાર,19 ફેબ્રુ,2024
સુપ્રિમ કોર્ટથી લઈ વિવિધ કોર્ટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના
૬૪૨૯ કેસ પેન્ડિંગ છે.વિવિધ કોર્ટમાં મ્યુનિ.તરફથી કેસ લડી રહેલા વકીલોને બે વર્ષમાં
રુપિયા બે કરોડથી વધુ ફી ચૂકવવામાં આવી છે.
જાન્યુઆરી-૨૦૨૪ની સ્થિતિએ સુપ્રિમ કોર્ટમાં ૭૩, ગુજરાત
હાઈકોર્ટમાં ૩૯૮૦ ઉપરાંત સીટી સિવિલ કોર્ટમાં ૧૬૬૨ કેસ પેન્ડિંગ છે.ઉપરાંત સ્મોલ
કોર્ટમાં ૧૬૬ તથા મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં છ કેસ પેન્ડિંગ છે.લેબર
કોર્ટમાં ૩૭૮, ગ્રામ્ય
કોર્ટમાં ૧૦૭, ઈન્ડસ્ટ્રીયલ
ટ્રીબ્યુનલમાં ૫૭ કેસ પેન્ડિંગ છે.વિવિધ કોર્ટમાં મ્યુનિ.તરફથી કેસ લડી રહેલા ૬૨
જેટલા એડવોકેટને ફી પેટે રુપિયા ૨.૨ કરોડ રુપિયા બે વર્ષમાં મ્યુનિ.તરફથી ચૂકવાયા
હતા.