દિવાળી પર્વના ત્રણ દિવસમાં કાંકરિયા લેકફ્રન્ટ,ઝૂ જોવા ૨.૫૦ લાખ મુલાકાતી પહોંચ્યાં
૫૪ હજારથી વધુ લોકોએ ઝૂ,નોકટરનલ ઝૂની મુલાકાત લીધી, તંત્રને ૪૩ લાખથી વધુની આવક
અમદાવાદ,મંગળવાર,5 નવેમ્બર,2024
દિવાળી પર્વના ત્રણ દિવસમાં કાંકરિયા લેકફ્રન્ટ, ઝૂ જોવા ૨.૫૦ લાખ
મુલાકાતીઓ પહોંચ્યા હતા. ૫૪ હજારથી વધુ લોકોએ ઝૂ, નોકટરનલ ઝૂની મુલાકાત લીધી હતી.ત્રણ દિવસમાં મ્યુનિસિપલ
તંત્રને રુપિયા ૪૩ લાખથી વધુની આવક થવા પામી હતી.
દિવાળી પર્વના તહેવારો તથા વેકેશનના કારણે કાંકરિયા લેક
ફ્રન્ટ તથા લેકફ્રન્ટ પરિસરમાં આવેલા ઝૂ ઉપરાંત નોકટરનલ ઝૂ, બટરફલાય પાર્ક
સહિતના આકર્ષણો જોવા મુલાકાતીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.૧ નવેમ્બરે ઝૂ જોવા
દસ હજારથી વધુ લોકો પહોંચ્યા હતા.નોકટરનલ ઝૂ ખાતે ૨૮૬૬ તથા બટરફલાયપાર્ક ખાતે ૧૫૬૨
મુલાકાતી પહોંચ્યા હતા.૨ નવેમ્બર અને બેસતા વર્ષના દિવસે ઝૂની ૨૧૯૩૪ લોકોએ મુલાકાત
લીધી હતી.નોકટરનલ ઝૂની ૫૦૪૬ તથા બટરફલાયપાર્કની ૨૯૨૩ લોકોએ મુલાકાત લીધી હતી. ૩
નવેમ્બરે ઝૂ ખાતે ૨૩૬૩૬ લોકોએ મુલાકાત લીધી હતી.નોકટરનલ ઝૂ ખાતે ૪૯૨૫ તથા બટરફલાય
પાર્ક ખાતે ૨૦૭૮લોકોએ મુલાકાત લીધી હતી. દિવાળી વેકેશનને ધ્યાનમાં રાખી ઝૂ સોમવારે
પણ મુલાકાતીઓ માટે ચાલુ રાખવામાં આવે છે.