રાજકોટમાં ફરી હાર્ટ એટેકે વધારી ચિંતા, છેલ્લા 24 કલાકમાં એક યુવક સહિત 4 લોકોએ ગુમાવ્યો જીવ

આ પહેલા રાજ્યમાં હાર્ટ એટેકથી થતાં મોતના અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે

Updated: Jan 2nd, 2024


Google NewsGoogle News
રાજકોટમાં ફરી હાર્ટ એટેકે વધારી ચિંતા, છેલ્લા 24 કલાકમાં એક યુવક સહિત 4 લોકોએ ગુમાવ્યો જીવ 1 - image


four people died from heart attack in Rajkot : રાજ્યમાં હાર્ટ એટેક (heart Attack)થી થતાં મૃત્યુનો સિલસિલો યથાવત છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી 4 લોકોએ જીવ ગુમાવ્યા છે જેમાં મધ્યપ્રદેશના યુવક, કારખાનામાં કામ કરતા પ્રોઢ સહિત બે વ્યક્તિઓના મોત થયા હતા. 

શહેરના ચાર લોકોના મોતથી ચિંતા વધી

આ અગાઉ પણ રાજ્યમાં હાર્ટ એટેકથી થતાં મોતના અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે ત્યારે રાજકોટમાં ફરી એકવાર હાર્ટ એટેકથી ચાર લોકોએ જીવ ગુમાવતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે. રાજકોટમાં રૈયાધાર પાસે રહેતા રઘુભાઈ શિયાળિયા (ઉ.વર્ષ 54)ને રાત્રે તેમના ઘરે અચાનક જ છાતીમાં દુ:ખાવો થતા હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના ડૉક્ટરોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. 

MPના વતનીને રાજકોટમાં આવ્યો હાર્ટ એટેક 

અન્ય બે બનાવમાં મધ્યપ્રદેશના વતની કાંતિલાલ મેઘવાળ (ઉ.વર્ષ 36)નામનો યુવક ફ્રૂટની ડિલિવરી કરવા ટ્રકના ડ્રાઈવર સાથે રાજકોટ આવ્યો હતો અને રાત્રે સુતો હતો તે દરમિયાન ડ્રાઈવરે જગાડતા તે ન ઉઠતા તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ ઉપરાંત આરટીઓ પાછળ હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતા મધુભાઈ સાંબડ (ઉ.વર્ષ 46) સાંજે શાકભાજી ભરીને રિક્ષામાં જતા હતા ત્યારે અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર પહેલા જ મોત થયું હતું.

કારખાનમાં કામ તરતા પ્રોઢ બેઠા હતા ત્યારે ઢળી પડ્યા 

ચોથા કિસ્સામાં શહેરના 80 ફૂટ રોડ પર આવેલા કારખાનામાં કામ કરતા રમેશભાઈ અમીપરા (ઉ. વર્ષ 55)નું કારખાને બેઠા હતા ત્યારે અચાનક હાર્ટ એટેક આવતા ઢળી પડ્યા હતા અને તેમનું મોત થયું હતું.


Google NewsGoogle News