પ્રથમ નોરતાંમાં જ વાહન અકસ્માતથી ઈજાના 485 કેસ, મોટાભાગના કેસ ઓવર સ્પિડના હતા

હૃદયને લગતી ઈમરજન્સીના 207 કેસ, માથાના દુખાવાના કેસમાં 56 ટકાનો વધારો નોંધાયો

Updated: Oct 17th, 2023


Google NewsGoogle News
પ્રથમ નોરતાંમાં જ વાહન અકસ્માતથી ઈજાના 485 કેસ, મોટાભાગના કેસ ઓવર સ્પિડના હતા 1 - image



અમદાવાદઃ (Ahmedabad )આસ્થા-ઉલ્લાસના પર્વ શારદીય નવરાત્રિનો પ્રારંભ થઇ ગયો છે. (Navratri)નવરાત્રિના પ્રથમ નોરતાંમાં જ વાહન અકસ્માતથી ઈજાના કેસમાં સામાન્ય દિવસોની સરખામણીએ 17 ટકાનો વધારો થયો છે. 

ઈજાના કેસમાં સામાન્ય દિવસો કરતાં 17.05 ટકાનો વધારો થયો

ઈમરજન્સી સેવા '108' પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતમાં સામાન્ય દિવસોમાં વાહન અકસ્માતથી ઈજાના સરેરાશ 414 કેસ નોંધાતા હોય છે. જેની સરખામણીએ રવિવારે પ્રથમ નોરતાંના વાહન અકસ્માતથી ઈજાના 485 કેસ નોંધાયા હતા. (injurie case)આમ, સામાન્ય દિવસો કરતાં 17.05 ટકાનો વધારો થયો છે. વાહન અકસ્માતથી ઈજાના મોટાભાગના કેસ ઓવર સ્પિડિંગને લીધે હતા. (108 emergency)હજુ આગામી દિવસોમાં વાહન અકસ્માતથી ઈજાના કેસમાં વધારો થાય તેવી પૂરી સંભાવના છે. બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી ગરબા કરતી વખતે હાર્ટ એટેકના કેસમાં વધારો થયો છે. જેના પગલે અમદાવાદ મેડિકલ એસોસિયેશન દ્વારા ગાઇડલાઇન પણ જાહેર કરાઇ હતી. 

માથાના દુઃખાવાના કેસમાં 56 ટકાનો વધારો

પ્રથમ નોરતાંમાં હૃદયને લગતી ઈમરજન્સીના 207 કોલ્સ આવ્યા હતા. સામાન્ય દિવસોમાં હૃદયને લગતી ઈમરજન્સીના સરેરાશ ૨૧૮ જેટલા કોલ્સ આવતા હોય છે. આમ, સામાન્ય દિવસોની સરખામણીએ હૃદયને લગતી ઈમરજન્સીના કોલ્સમાં ૫ ટકાનો ઘટાડો થયો છે. પાર્ટી પ્લોટ, ગરબાના સ્થળેથી હૃદયને લગતી ઈમરજન્સીના ખાસ કોલ્સ નહીં નોંધાયાનો દાવો કરાયો છે. માથાના દુઃખાવાના કેસમાં સામાન્ય દિવસો કરતાં 56 ટકાનો વધારો થયો છે. સામાન્ય દિવસોમાં 24 કેસ નોંધાતા હોય છે અને જેની સરખામણીએ ૩૮ કેસ નોંધાયા છે.


Google NewsGoogle News