ટેકસ કમિટિ એકશન મોડમાં પ્રોફેશનલ ટેકસના કરદાતાઓ શોધવા ૨૧ ટીમને ફરજ સોંપાઈ

૧૦થી વધુ કર્મચારીઓ હોય એવા એકમોની તપાસ કરવામાં આવશે

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News

    ટેકસ કમિટિ એકશન મોડમાં  પ્રોફેશનલ ટેકસના કરદાતાઓ શોધવા ૨૧ ટીમને ફરજ સોંપાઈ 1 - image   

 અમદાવાદ,બુધવાર, 3 જાન્યુ,2024

અમદાવાદમાં પ્રોફેશનલ ટેકસના કરદાતાઓને શોધવા અંગે ટેકસ કમિટિ એકશન મોડમાં આવી છે.૧૦થી વધુ કર્મચારીઓ હોય એવા એકમની તપાસ કરી પ્રોફેશનલ ટેકસ ભરપાઈ ના કરાતો હોય એવા એકમોને પ્રોફેશનલ ટેકસ હેઠળ આવરી લેવા ૨૧ ટીમને ફરજ સોંપવામાં આવી છે.

રેવન્યુ કમિટિની મળેલી બેઠકમાં પ્રોફેશનલ ટેકસના દાયરામાં વધુ કરદાતાઓને આવરી લેવા  ઝોન દીઠ ત્રણ ટીમ બનાવી અલગ અલગ સેકટર મુજબ તપાસ કરવા ટેકસ વિભાગના અધિકારીઓને સુચના આપવામાં આવી હતી.કમિટિ ચેરમેન અનિરૃધ્ધસિંહ ઝાલાએ કહયુ,પ્રોફેશનલ ટેકસના નવા કરદાતા શોધવા તમામ સાત ઝોનમાં ઝૂંબેશ કરવામાં આવશે.કાર ડીલરથી શરુઆત કરવામાં આવી છે.બાદમાં બાકીના તમામ સેકટરને આવરી લેવામાં આવશે.૨૧ ઓકટોબર-૨૦૨૩ પછી ૩૧૯૫૫ વ્હીકલની નોંધણી કરાઈ છે.મ્યુનિ.તંત્રને વ્હીકલ ટેકસની આવક પેટે રુપિયા ૨૮.૮૨ કરોડ આવક થઈ છે.એપ્રિલ-૨૩થી ડિસેમ્બર-૨૩ સુધીમાં વ્હીકલ ટેકસ પેટે રુપિયા ૧૬૪ કરોડ આવક થવા પામી હતી.પ્રોપર્ટી ટેકસ સંબંધે ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમના નવા વિસ્તારમાં ૩૨ હજાર નવી પ્રોપર્ટીની આકરણી થઈ છે.નવા કરદાતા ઉમેરાયા છે.જાહેર હરાજી બાદ પૂર્વ ઝોનમાં વટવાના બે પ્લોટ ઉપરાંત પશ્ચિમઝોનમાં ચાર મિલકત મ્યુનિ.તંત્રના નામે કરવામાં આવી છે.વસ્ત્રાલ વોર્ડમાં તક્ષશીલા માટે જાહેર હરાજીની નોટિસ આપવામાં આવી હતી.બાદમાં રુપિયા ૩૮ લાખ બાકી ટેકસ પેટે ભરવામા આવતા હરાજી હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે.ટેકસ વિભાગમાં નામ ટ્રાન્સફર સહિતના મુદ્દે આવતી અરજીઓનો નિકાલ કરાવવામાં કરદાતાઓને મુશ્કેલી પડતી હોવાની કમિટિમાં રજુઆત કરાઈ હતી.


Google NewsGoogle News