ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 80 આરોપીના મોત થયાઃ કોંગ્રેસનો દાવો

સુપ્રીમ કોર્ટના 2015ના ચુકાદા બાદ પણ રાજ્યના 130 પોલીસ સ્ટેશનમાં CCTV લગાવવામાં આવ્યા નથી

Updated: Oct 17th, 2023


Google NewsGoogle News
ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 80 આરોપીના મોત થયાઃ કોંગ્રેસનો દાવો 1 - image



અમદાવાદઃ (Ahmedabad)ગુજરાતમાં ‘માનવ અધિકારોનું’ મોટાપાયે ઉલ્લંઘન અને સત્તાના દુરઉપયોગમાં રાચતી ભાજપ સરકારના શાસનમાં સતત વધી રહેલા કસ્ટોડીયલ ડેથ અંગે ગુજરાત લૉ-કમીશનનો અહેવાલ પોલીસ તંત્રની અમાનવીય કામગીરીને ઉજાગર કરે છે (Congress)ત્યારે ગૃહ વિભાગ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસે જણાવ્યું હતું કે ગુજરાતમાં સતત વધી રહેલા(Gujarat ranks first) કસ્ટોડીયલ ડેથના કિસ્સાઓ ચિંતાનો વિષય છે. સભ્ય સમાજએ કાયદાના શાસનથી ચાલે છે.(Custodial Death)ગુજરાત લો-કમીશનના અહેવાલમાં સ્પષ્ટ પણે જણાવવામાં આવ્યું છે કે, પોલીસ તંત્રની કામગીરી પર વારંવાર પ્રશ્નાર્થ ઉભો થાય છે કારણ કે પોલીસ કર્મચારીઓ બેફામ રીતે સત્તાનો દુરુપયોગ કરી રહ્યાં છે અને રક્ષકને બદલે ભક્ષકની કામગીરી કરી રહ્યાં છે. 

 પોલીસ તંત્રને સંવેદનશીલ બનાવવું બંધારણીય જવાબદારી

કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ન્યાયતંત્રમાં વિશ્વાસ ટકી રહે તે માટે પણ તટસ્થ અને પારદર્શક તપાસ થવી જોઈએ. માનવ અધિકારનું સન્માન અને માનવ અધિકારના ઉલ્લંઘનને રોકવા માટે માનવ અધિકાર કાયદાનો કડક અમલ થવો જરૂરી છે. માનવ અધિકારનું સન્માન એ સુશાસનના કેન્દ્ર સ્થાને હોવું જોઈએ. લોકતંત્રમાં રાજ્ય સરકારની જવાબદારી બને છે કે માનવ અધિકારનું સંરક્ષણ અને માનવ અધિકારને પ્રોસાહીત કરવાનું કામ રાજ્ય સરકારની જવાબદારી છે. રાજ્ય સરકારે કસ્ટોડીયલ ડેથ રોકવા માટે પોલીસ તંત્રમાં સતત સુધારા પણ કરવા જોઈએ અને પોલીસ તંત્રને સંવેદનશીલ બનાવવું બંધારણીય જવાબદારી છે.

ગુજરાતમાં 130 પોલીસ સ્ટેશનમાં સી.સી.ટી.વી. કેમેરા નથી

સુપ્રીમ કોર્ટના 24 જુલાઈ 2015ના ચુકાદામાં સી.સી.ટી.વી. કેમેરા લગાવવા માટે આદેશ છતાં ગુજરાતમાં 130 પોલીસ સ્ટેશનમાં આજદીન સુધી સી.સી.ટી.વી. કેમેરા લગાવવામાં આવ્યા નથી. સી.સી.ટી.વી. કેમેરા લગાવવાથી માનવ અધિકારના ઉલ્લંઘનને રોકી શકવામાં મદદ મળી શકે અને સત્તાધીશોને શિસ્ત જાળવવામાં મદદરૂપ થાય છે. સુપ્રીમકોર્ટના ચુકાદા પછી જો રાજ્ય સરકાર સી.સી.ટી.વી. કેમેરા લગાવ્યા હોત તો અનેક કિસ્સામાં કસ્ટોડીયલ ડેથ રોકી શકાયા હોત. ઘણાં કિસ્સામાં સી.સી.ટી.વી. કેમેરા લાગેલા હોવા છતાં કાર્યરત નથી તે ઘણી ચિંતાનો વિષય છે. કસ્ટોડીયલ ડેથના નોંધાયેલા કેસોમાં કેટલાક કિસ્સામાં પોલીસ દ્વારા મારવા- ટોર્ચર, જ્યારે કેટલાક કિસ્સામાં બીમારી સહિત વિવિધ કારણસર મોત કારણે આરોપીનો જીવ ગયો છે.

કસ્ટોડીયલ ડેથના કિસ્સાઓમાં બમણો વધારો થયો

છેલ્લાં પાંચ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 80 આરોપીનાં કસ્ટોડીયલ ડેથ સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે છે. પોલીસ ટોર્ચર, સમયસર મેડીકલ ટ્રીટમેન્ટ ન મળે સહિતના કારણોને કારણે આરોપીઓનાં મોત થયા છે. વર્ષ 2022માં જ ગુજરાતમાં સૌથી વધુ 24 મોત પોલીસ કસ્ટડીમાં થયા છે. નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (એનએચઆરસી)ના રિપોર્ટમાં કસ્ટોડીયલ ડેથના આંકડાઓએ ભાજપ સરકારના ગૃહ વિભાગના સત્તાવાળાનો અસંવેદનશીલ અમાનવીય ચહેરો ખુલ્લો કરે છે. ગુજરાતમાં વર્ષ 2017-18માં 14, વર્ષ 2018-19માં 13, વર્ષ 2019-20માં 12 અને વર્ષ 2021-22માં 24 કસ્ટોડીયલ ડેથની ઘટના બની છે, કોરોનાકાળના વર્ષ 2019-20માં કસ્ટોડીયલ ડેથની ઘટનાઓની તુલનામાં વર્ષ 2021-22માં 24 ઘટના સાથે કસ્ટોડીયલ ડેથના કિસ્સાઓમાં બમણો વધારો થયો છે. 

ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 80 આરોપીના મોત થયાઃ કોંગ્રેસનો દાવો 2 - image


Google NewsGoogle News