Get The App

ગુજરાતમાં નહીં પડે પાણીની તંગી, 30 જળાશયો 100 ટકા ભરાયા, નર્મદા ડેમમાં 58 ટકા પાણીનો જથ્થો

આ વર્ષે નર્મદા સહિત 48.74 ટકા જળાશયો ભરાયા

રાજ્યના સિઝનનો કુલ સરેરાશ વરસાદ 47.63 ટકા જેટલો નોંધાયો

Updated: Jul 12th, 2023

GS TEAM


Google News
Google News
ગુજરાતમાં નહીં પડે પાણીની તંગી, 30 જળાશયો 100 ટકા ભરાયા, નર્મદા ડેમમાં 58 ટકા પાણીનો જથ્થો 1 - image


રાજ્યમાં અનેક જિલ્લાઓમાં મેઘમહેર થતા અનેક જળાશ્યોમાં નવા નીર આવતા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. રાજ્યમાં જળ સંપતિ વિભાગના અહેવાલ અનુસાર આ વર્ષે નર્મદા સહિત 48.74 ટકા જળાશયો ભરાયા છે. આ સિવાય ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના 58.90 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. જ્યારે રાજ્યના 30 જળાશયો 100 ટકા એટલે કે સંપૂર્ણ છલકાયા છે.

ગુજરાતમાં નહીં પડે પાણીની તંગી, 30 જળાશયો 100 ટકા ભરાયા, નર્મદા ડેમમાં 58 ટકા પાણીનો જથ્થો 2 - image

રાજ્યના જળાશયોમાં પાણીના જથ્થાની સ્થિતિ

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસતા જળાશયોમાં નવા નીર આવ્યા હતા. ત્યારે ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 58.71 ટકા અને મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 32.03 ટકા જ્યારે દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 35.83 ટકા તેમજ સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 60 ટકા જેટલો પાણીનો જથ્થો છે. આ સિવાય કચ્છના 20 જળાશ્યોમાં 64.10 ટકા જેટલો પાણીનો જથ્થો છે. આ ઉપરાંત રાજ્યના 41 જળાશયો હાઈ એલર્ટ પર છે જેમા 90 ટકાથી વધુ તેમજ 13 જળાશયો એલર્ટ પર છે જેમા 80 ટકાથી 90 ટકા સુધી તથા 18 જળાશયો વોર્નિગ પર છે જેમા 70 ટકાથી 80 ટકા સુધી પાણીનો જથ્થો છે. આ સિવાય રાજ્યના 206 જળાશયોમાંથી 134 જળાશયોમાં 70 ટકાથી ઓછો પાણીનો જથ્થો છે.

ગુજરાતમાં નહીં પડે પાણીની તંગી, 30 જળાશયો 100 ટકા ભરાયા, નર્મદા ડેમમાં 58 ટકા પાણીનો જથ્થો 3 - image

રાજ્યના ચારેય ઝોનમાં વરસાદ વરસ્યો

રાજ્યમાં અનેક જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે ત્યારે રાજ્યના સિઝનનો કુલ સરેરાશ વરસાદ 47.63 ટકા જેટલો નોંધાયો છે. જેમા જેમા ઝોન પ્રમાણે વાત કરીએ તો કચ્છ ઝોનમાં 112 ટકા, સૌરાષ્ટ્રમાં 65.47 ટકા, ઉત્તર ગુજરાતમાં 50.70 ટકા, દક્ષિણ ગુજરાતમાં 32.29 ટકા જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં 34.83 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.  

Tags :