ગાંધીધામમાં 800 કરોડના કોકેઈન કેસમાં પાકિસ્તાની કનેક્શન મળતાં ATSની ટીમ દોડતી થઈ
આ કેસમાં કરાંચીના હાજી સલીમનું નામ ખુલતા જ ATS દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો
અમદાવાદઃ (Gujarat) દેશમાં ડ્રગ્સની ઘૂસણખોરી માટે ગુજરાતના દરિયા કિનારાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.(Kutch) ત્યારે કચ્છના ગાંધીધામમાં 800 કરોડનું કોકેઈન પકડાયા બાદ તેનું પાકિસ્તાની કનેક્શન સામે આવતાં ગુજરાત ATSની ટીમ વધુ તપાસ માટે કચ્છ જવા રવાના થઈ ગઈ છે. (drugs)સુત્રોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે, ATSની તપાસમાં અનેક આરોપીઓના નામ સામે આવવાની શક્યતાઓ છે. (ATS)આ કેસમાં કરાંચીના હાજી સલીમનું નામ ખુલતા જ ATS દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
800 કરોડની કિંમતનું 80 કિલો કોકેઈન કબજે કર્યું હતું
કચ્છના દરિયાકાંઠેથી અનેક વખત મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે. તાજેતરમાં જ ગાંધીધામમાંથી પોલીસે બાતમીના આધારે અંદાજે 800 કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આ દરમિયાન પોલીસે મીઠીરોહર વિસ્તારની ખાડીમાંથી બિનવારસી હાલતમાં પડેલા 80 કિલોથી વધુ ડ્રગ્સના જથ્થાને કબજે કર્યો હતો. ત્યાર બાદ FSLની તપાસમાં કોકેઈન હોવાનું સામે આવ્યું હતું.કચ્છ પૂર્વ LCBને મળેલી બાતમીના આધારે મીઠીરોહર દરિયાકિનારે અમુક ઈસમોની શંકાસ્પદ પ્રવૃત્તિ પર નજર રાખતા તેઓ ડ્રગ્સનો જથ્થો સગેવેગ કરે તે પહેલા જ પોલીસ દરોડો પાડીને 800 કરોડની કિંમતનું 80 કિલો કોકેઈન કબજે કર્યું હતું.