પાંચ વર્ષના સમયમાં સમયમર્યાદા બાદ બ્રિજની કામગીરી પુરી કરનાર કોન્ટ્રાકટર સામે કાર્યવાહી કરવા માંગ
કામની સમયમર્યાદા અને અંદાજ વધવાથી મ્યુનિ.તંત્ર ઉપર આર્થિક ભારણ વધે છે
અમદાવાદ,શનિવાર,16 સપ્ટેમબર,2023
અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષમાં સમય મર્યાદા પુરી થયા બાદ
ફલાયઓવર તથા રેલવેબ્રિજ સહિતની કામગીરી પુરી કરનારા કોન્ટ્રાકટર સામે કાર્યવાહી
કરવા મ્યુનિ.વિપક્ષ તરફથી માંગ કરાઈ છે.કામની સમયમર્યાદા અને અંદાજ વધવાથી
મ્યુનિ.તંત્ર ઉપર આર્થિક ભારણ વધે છે.
મ્યુનિ.વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે કરેલા આક્ષેપ મુજબ,ચેનપુર ખાતે આવેલ
બોટાદ રેલવે લાઈન ઉપર ૫.૬૯ કરોડના ખર્ચે અંડરબ્રિજ બનાવવાનુ કામ ૩૦
સપ્ટેમબર-૨૦૨૧ના રોજ મુદત પુરી થયાના ૧૧ માસ બાદ પણ પુરુ થયુ નહોતુ.મકરબા તળાવ
ખાતે ૯.૭૮ કરોડના ખર્ચે બ્રિજ બનાવવા સ્ટેન્ડિંગ કમિટીએ મંજુરી આપ્યા બાદ કામ બંધ
કરી દેવાયુ છે.અજીતમિલ જંકશન ઉપર ફલાયઓવરબ્રિજ બનાવવા ૬૧.૧૯ કરોડના ખર્ચે રણજીત
બિલ્ડકોનને કામગીરી અપાઈ હતી.ડીઝાઈનમાં ફેરફાર કરાતા જે કામ ૨૪ માસમાં પુરુ કરવાનુ
હતુ તે સમયમર્યાદા પુરી થયા બાદ દોઢ વર્ષના વિલંબથી પુરુ થયુ હતુ.નરોડા જીઆઈડીસી
રેલવેઓવરબ્રિજ બનાવવા ૧૦૨.૯૫ કરોડના ખર્ચથી
રાજકમલ ઈન્ફ્રા પ્રા.લિ.ને કોન્ટ્રાકટ અપાયો હતો.૨૪ માસમાં કામગીરી પુરી
કરવાની હતી.નિયત સમયમર્યાદા કરતા બે વર્ષથી પણ વધુ વિલંબથી કામગીરી પુરી કરાઈ
હતી.આ પ્રકારે ઈન્કમટેકસ,અંજલી, રાજેન્દ્રપાર્ક
ફલાયઓવરબ્રિજ સહિતના અન્ય બ્રિજ પણ નિયત સમયમર્યાદામાં કોન્ટ્રાકટર દ્વારા
બનાવવામા આવ્યા નથી.તંત્રના અધિકારીઓ દ્વારા કોન્ટ્રાકટરો સામે કાર્યવાહી કરી
પેનલ્ટી વસુલાતી નથી.