અમદાવાદમાં મનપસંદ જીમખાનામાં ચાલતા જુગારધામ પર દરોડો, 27 જુગારીયાઓ ઝડપાયા

રોકડ, મોબાઈલ ફોન, વાહન તેમજ જુગારના સાધનો સહિત લાખોનો મુદ્દામાલ કબજે લેવાયો

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
અમદાવાદમાં મનપસંદ જીમખાનામાં ચાલતા જુગારધામ પર દરોડો, 27 જુગારીયાઓ ઝડપાયા 1 - image



અમદાવાદઃ (Ahmedabad)શહેરમાં ચાલી રહેલા જુગારધામો પર પોલીસં સકંજો કસ્યો છે. (Crime branch)સરખેજ અને થલતેજ બાદ હવે મનપસંદ જીમખાનામાં ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો.(manpasand gymkhana) મોડી રાત્રે પોલીસે પાડેલા દરોડામાં 27 જુગારીયાઓને રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યાં છે. 

જીમખાનામાં 27 જેટલા જુગારીઓ રંગેહાથે ઝડપાયા

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના દરિયાપુરમાં સ્થિત મનપસંદ જીમખાનામાં અત્યાર સુધીમાં અનેક વખત રેડ પાડવામાં આવી છે. તે છતાંય ત્યાં ફરીવાર જુગારધામ શરૂ થઈ જાય છે. દરિયાપુરમાં પોલીસ સ્ટેશનથી બિલકુલ નજીકના અંતરમાં સ્થિત મનપસંદ જીમખાનામાં જુગાર રમાતો હોવાની ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી. બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચે મોડી રાત્રે ત્યાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન જીમખાનામાં 27 જેટલા જુગારીઓ જુગાર રમતા રંગેહાથે ઝડપાયા હતા. જીમખાનાની આડમાં જુગારનો અડ્ડો ચલાનારા ગોવિંદ પટેલની પણ ધરપકડ કરવામાં આવી હતી.ક્રાઈમ બ્રાન્ચે રેડ કર્યા બાદ રોકડ, મોબાઈલ ફોન, વાહન તેમજ જુગારના સાધનો મળીને લાખોની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


Google NewsGoogle News