Get The App

અમદાવાદમાં 33 વર્ષ બાદ ડબલ ડેકર બસની શરુઆત, સાત રૂટ પર શરુ કરાઈ

અગાઉ GSRTC દ્વારા સરખેજ-ગાંધીનગર-ગિફ્ટ સિટી રૂટ પર ડબલ ડેકર બસ શરુ કરાઈ હતી

શહેરમાં 80 તેમજ 90ના દાયકામાં કેટલાક રૂટ પર ડબલ ડેકર બસો દોડતી હતી

Updated: Feb 3rd, 2024


Google NewsGoogle News
અમદાવાદમાં 33 વર્ષ બાદ ડબલ ડેકર બસની શરુઆત, સાત રૂટ પર શરુ કરાઈ 1 - image


Ahmedabad Double Decker Bus : અમદાવાદમાં 33 વર્ષ બાદ આજથી ફરી એકવાર ડબલ ડેકર ઈલેક્ટ્રિક એસી બસ શરુ કરવામાં આવી છે. શહેરના મેયર પ્રતિભા જૈન સહિતના મહાનુભાવો દ્વારા આ ડબલ ડેકર ઈલેક્ટ્રિક એસી બસને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. અગાઉ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા સરખેજ-ગાંધીનગર-ગિફ્ટ સિટી રૂટ પર ડબલ ડેકર ઈલેક્ટ્રિક એસી બસની શરુઆત કરવામાં આવી હતી. 

એપ્રિલ-મહિના સુધીમાં વધુ 10થી 15 એ.સી.બસ આવી જશે

શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આ ડબલ ડેકર ઈલેક્ટ્રિક એસી બસની શરૂઆત કરાઇ છે. અમદાવાદના રસ્તા પર આજથી સાત જેટલી ડબલ ડેકર ઈલેક્ટ્રિક એસી બસ દોડશે, જેમાં 60 જેટલા લોકો બેસી શકશે. ઉલ્લેખનીય છે કે આજથી 33 વર્ષ અગાઉ અમદાવાદમાં ડબલ ડેકર બસ દોડતી હતી. શહેરમાં 80 તેમજ 90ના દાયકામાં કેટલાક રૂટ પર ડબલ ડેકર બસો દોડતી હતી.

ડબલ ડેકર ઈલેક્ટ્રિક એસી બસની ખાસિયતો

અમદાવાદમાં શરુ થયેલી ડબલ ડેકર ઈલેક્ટ્રિક એસી બસની ખાસીયતની વાત કરવામાં આવે તો બસમાં USB ચાર્જ, વાઇફાઇ , રિડીગ લાઇટ અને કન્ફર્નટ સીટનો સમાવશે થાય છે. આ ડબલ ડેકર બસ ચાર્જ થયા બાદ 250 કિમી ચાલશે. બસને ચાર્જ થતાં દોઢ કલાકથી 3 કલાક લાગશે. હજુ ચાર દિવસ પહેલા જ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના ટ્રાન્સપોર્ટ મેનેજર આર્જવ શાહ દ્વારા AMTS બસનું વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં સાત જેટલી ડબલ ડેકર AC બસ પ્રથમ તબક્કામાં શરુ કરવાની જાહેરાત કરી હતી. એપ્રિલ-મહિના સુધીમાં વધુ 10થી 15 એ.સી.બસ આવી જશે.

અમદાવાદમાં 33 વર્ષ બાદ ડબલ ડેકર બસની શરુઆત, સાત રૂટ પર શરુ કરાઈ 2 - image


Google NewsGoogle News