અમદાવાદની ઘટના: મજાક મજાકમાં યુવકે પોતાના પર જ ફાયરિંગ કરતા થયું મોત, રિવોલ્વર ભરેલી નીકળી
Ahmedabad News: અમદાવાદથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક યુવાને સ્ટંટ કરવા માટે હાથમાં રિવોલ્વર લીધી અને ટ્રીગર દબાવી દેતા તેનું મોત થયું હતું. યુવકને એમ હતું કે, રિવોલ્વર ખાલી છે પરંતુ તે ભરેલી હતી અને પોતાની જાતે જ રિવોલ્વરથી ફાયરિંગ કરી દીધું હતું.
મિત્રએ પોલીસને જાણ કરી
પ્રાપ્ત માહિતી અનુસાર, વેજલપુર વિસ્તારના રૂપેસ સોસાયટીમાં રહેતા દિગ્વિજય સિંહ રાજપૂત નામના યુવકે રિવોલ્વર ખાલી હોવાનું માનીને સ્ટંટ કરી રહ્યો હતો. આ દરમિયાન પોતાની જાતે જ રિવોલ્વરથી ફાયરિંગ કરતા મોત નીપજ્યુ છે. હાલ વેજલપુર પોલીસ એફએસએલની ટીમને સાથે રાખીને તપાસ કરી રહી છે. આ કેસમાં મિત્રએ જ આ અંગેની જાણ વેજલપુર પોલીસને કરી હતી. પોલીસે આ ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે.