Get The App

પાલનપુરના 35 વિસ્તારોમાં રાજ્ય સરકારે અશાંત ધારો લાગુ કર્યો, મિલકતો વેચવા પ્રાંત અધિકારીની મંજૂરી લેવી પડશે

સરકારે જાહેર કરેલો અશાંત ધારો 2023થી 2028 સુધી અમલમાં રહેશે

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
પાલનપુરના 35 વિસ્તારોમાં રાજ્ય સરકારે અશાંત ધારો લાગુ કર્યો, મિલકતો વેચવા પ્રાંત અધિકારીની મંજૂરી લેવી પડશે 1 - image



અમદાવાદઃ (Palanpur)ગુજરાતમાં અશાંતધારાને લઈને અનેક વિવાદો સામે આવતાં હોય છે. (Gujarat Govt)ત્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં 35 વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. સરકારે જાહેરનામુ બહાર પાડીને અશાંત ધારાનો અમલ શરૂ કરી દીધો છે.(Ashant dhara act) આ 35 વિસ્તારોમાં મિલકત વેચવી હશે તો હવે નાગરિકોએ પ્રાંત અધિકારીની મંજુરી લેવી પડશે. 

અશાંત ધારો 2023થી 2028 સુધી અમલમાં રહેશે

રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના 35 વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ 35 ગામોમાં જો કોઈ નાગરિકે મિલકત વેચવી હશે તો અગાઉથી પ્રાંત અધિકારીની મંજુરી લેવી પડશે. સરકારે જાહેર કરેલો અશાંત ધારો 2023થી 2028 સુધી અમલમાં રહેશે. ભૂતકાળમાં આ વિસ્તારોમાં કોમી રમખાણો થયાં હતાં જેને લઈને સરકારે અશાંત ધારો લગાવવાનો નિર્ણય કર્યો છે. 

મિલકત તબદીલ કરતાં પૂર્વે કલેક્ટરની પૂર્વ મંજુરી જરૂરી

અશાંત વિસ્તારો એટલે કે જ્યાં કોમી તોફાનો કે રમખાણો થવાના કિસ્સાઓ વારંવાર બનતા હોય તેવા વિસ્તારોમાં શાંતિ સ્થપાઈ રહે અને કોઈ ચોક્કસ સમુદાયના લોકોની વસતી વધી અને જનસંખ્યા વિષયક સંતુલન ખોરવાય તો ત્યાં વસતાં લોકોની મિલકત પર તમામ પ્રકારની તબદીલી નિયંત્રિત કરતો કાયદો અશાંત ધારો છે. આ વિસ્તારોની મિલકત તબદીલી કરતાં પૂર્વે કલેક્ટરની પૂર્વ મંજુરી લેવી જરૂરી બને છે. 

પાલનપુરના 35 વિસ્તારોમાં રાજ્ય સરકારે અશાંત ધારો લાગુ કર્યો, મિલકતો વેચવા પ્રાંત અધિકારીની મંજૂરી લેવી પડશે 2 - image


Google NewsGoogle News