Get The App

યેલો એલર્ટની આગાહી વચ્ચે ૧૧ દિવસમાં અમદાવાદમાં ગરમી સંબંધિત બિમારીના ૨૪૮૦ કેસ નોંધાયા

મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલમાં ૧૨૯ દર્દીને સારવાર આપવામાં આવી

Updated: May 2nd, 2024


Google NewsGoogle News

    યેલો એલર્ટની આગાહી વચ્ચે ૧૧ દિવસમાં  અમદાવાદમાં ગરમી સંબંધિત બિમારીના ૨૪૮૦ કેસ નોંધાયા 1 - image 

  અમદાવાદ, ગુરુવાર, 2 મે, 2024

૬ મે સુધી અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૨ ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.અમદાવાદમાં ૧૧ દિવસમાં ગરમી સંબંધિત બિમારીના ૨૪૮૦ કેસ નોંધાયા છે.આ પૈકી ૧૨૯ દર્દીઓને મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે.

હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલા યેલો એલર્ટના પગલે શહેરના અર્બન તથા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર મળી ૧૯૪ સ્થળે ઓ.આર.એસ.કોર્નર કાર્યરત કરવામાં આવ્યા છે.દરેક ઝોનમાં મોબાઈલ પાણીની પરબ શરુ કરવામાં આવી છે.સામાજિક સંસ્થાઓ દ્વારા ૬૮૬ પાણીની પરબ શરુ કરવામાં આવી છે.શહેરના તમામ બગીચા સવારના ૬થી રાત્રિના ૧૧ કલાક સુધી ખુલ્લા રાખવામાં આવે છે.એ.એમ.ટી.એસ, બી.આર.ટી.એસ બસસ્ટેન્ડ ઉપરાંત આશ્રયગૃહોમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.મ્યુનિ.તંત્ર તરફથી બિલ્ડર્સ તથા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનનો સંપર્ક કરી કર્મચારીઓને ગરમી સામે રક્ષણ મળે એવી વ્યવસ્થા કરવા સુચના આપવામાં આવી છે.ટ્રાફિક પોલીસને પણ ઓ.આર.એસ.ના પેકેટ આપવામાં આવ્યા છે.


Google NewsGoogle News