શિક્ષણ, રોજગારથી માંડીને રોડ-રસ્તાઓ અને સરકારી વિભાગો સુધી... જાણો બજેટની મહત્ત્વપૂર્ણ જાહેરાતો...
Gujarat Budget: ગુજરાત વિધાનસભામાં રાજ્યના નાણાંમંત્રી કનુ દેસાઈએ આજે ગુજરાત સરકારનું વર્ષ 2025-26 માટે 3,70,250 કરોડનું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. દેસાઈએ ચોથા બજેટમાં ગુજરાતના વિકાસ અને રાજકોષીય ખાધ ઘટાડવા પર ભાર મૂક્યો છે. આ વખતે બજેટમાં કૃષિ (agriculture budget), શિક્ષણ (education budget), આરોગ્ય અને સિંચાઈની બાબતો જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત બજેટમાં શું શું મોટી જાહેરાત કરવામાં આવી છે તેના પર એક નજર કરીએ.
આ પણ વાંચો: ગુજરાતમાં બે નવા એકસપ્રેસ-વે બનાવવાની જાહેરાત, જુઓ ક્યાં બનશે
- આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 5120 કરોડની ફાળવણી કરાઈ.
- 10 જિલ્લામાં 20 સ્થળે નવી સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બનાવવામાં આવશે.
- અંદાજે 3 લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ આપવા 755 કરોડની જોગવાઈ.
- ઘરનું ઘર સ્વપન સાકાર કરવા 3 લાખ આવાસ પૂરા પાડવાનું આયોજન.
- મેન્યુફેકચરિંગ પાર્ક અને ટેક્સટાઇલ નીતિથી પાંચ લાખ રોજગારીનું સર્જન કરવામાં આવશે.
- મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ યોજના હેઠળ મુખ્ય શહેરોમાં ગ્રીન રિંગ રોડ વિકસાવવા માટે 200 કરોડની જોગવાઈ.
- રાજ્યમાં બે નવા એક્સપ્રેસ વે વિકસાવવામાં આવશે. જેમાં બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડતાં ડીસાથી પીપાવાવ રસ્તાને નમોશક્તિ એક્સપ્રેસ વે તરીકે વિકસાવવામાં આવશે.
- 664 આશ્રમશાળાઓમાં અભ્યાસ કરતાં અંદાજે 1 લાખ વિધાર્થીઓ માટે 547 કરોડની જોગવાઈ.
- 176 સરકારી છાત્રાલયો અને 921 ગ્રાન્ટ ઇન એઇડ છાત્રાલયોના અંદાજિત 70 હજાર વિદ્યાર્થીઓ માટે 313 કરોડની જોગવાઈ.
- પ્રિ મેટ્રીકના આશરે 13 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા 160 કરોડની જોગવાઈ.
- ધો. 1થી 8માં અભ્યાસ કરતાં અંદાજે 12 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે 108 કરોડની જોગવાઈ.
- વિદ્યા સાધના યોજના હેઠળ ધોરણ 9માં અભ્યાસ કરતી 33 હજાર આદિજાતિ વિદ્યાર્થિનીઓને વિના મૂલ્યે સાયકલ આપવા 15 કરોડની જોગવાઈ.
- મુખ્યમંત્રી આદિમજુથ અને હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ 125 કરોડની જોગવાઈ.
- મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના હેઠળ 102 કરોડની જોગવાઈ.
- મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ 100 કરોડની જોગવાઈ.
- સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ 87 કરોડની જોગવાઈ.
- કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખેડૂતોને સહાય માટે 42 કરોડની જોગવાઈ.
- આદિજાતિ વિસ્તારની નિવાસી શાળાઓમાં ગ્રીન કેમ્પસ બનાવવા 7 કરોડની જોગવાઈ.
- આદિજાતિના લોકોને વ્યક્તિગત ધોરણે આવાસ સહાય માટે 99 કરોડની જોગવાઈ.
- દૂધ સંજીવની યોજના અંતર્ગત 233 કરોડની જોગવાઈ.
- નાગરિક ઉડ્ડયન અને યાત્રાધામ માટે મોટી જાહેરાત
- નવલખી અને મગદલ્લા બંદર માટે 250 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
- યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે 2,748 કરોડ રૂપિયા ફાળવાયા.
- દાહોદમાં નવું ગ્રીન ફિલ્ડ ઍરપોર્ટ વિકસાવામાં આવશે.
- પોરબંદર, ભાવનગર, સુરત ઍરપોર્ટના વિસ્તરણ માટે 210 કરોડ રૂપિયા ફાયવાયા.
- પારસી સર્કિટ, ક્રૂઝ ટુરિઝમ, બીચ હોટલ્સ માટે 50 કરોડની જોગવાઈ
- નાના શહેરોને મોટા શહેરોના હવાઈ માર્ગે જોડવા 45 કરોડની ફાળવણી કરાઈ.
- બંદરો અને વાહન વિભાગ માટે 4283 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ.
- વિદ્યા અને ટૅક્નોલૉજી વિભાગ માટે 2535 કરોડ રૂપિયા ફાળવાયા.
- ઉઘોગ અને ખાણ વિભાગ માટે 11706 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ.
- પ્રવાસન યાત્રાધામ માટે 2748 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ.
- કૃષિ , ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22498 કરોડ રૂપિયા ફાળવાયા.
- ઉર્જા અન પેટ્રોકેમુકલ્સ વિભાગ માટે 6751 કરોડ રૂપિયા ફાળવાયા.
- સામાન્ય વહીવટ વિભાગ માટે 1999 કરોડ રૂપિયા ફાળવાયા.
- કલાયમેન્ટ ચેન્જ માટે 429 કરોડ રૂપિયા, ગૃહ વિભાગ માટે 12659 કરોડ રૂપિયા ફાળવાયા.
- કાયદા વિભાગ માટે 2654 કરોડ રૂપિયા ફાળવાયા.
- માહિતી અને પ્રસારણ વિભાગ માટે 362 કરોડ રૂપિયા ફાળવાયા
- મહેસુલ વિભાગ માટે 5427 કરોડ રૂપિયા ફાળવાયા.
- વન અને પર્યાવરણ વિભાગ માટે 3140 કરોડ રૂપિયાની જાહેરાત.
- 1450 ડિલક્સ અને 450 મીડી બસ એમ કુલ 1850 નવી બસ, 200 પ્રીમિયમ એસી બસો અને 10 કાર વાન મૂકાશે. એસટી બસના અકસ્માત નિવારવા માટે ઓડિયો-વીડિયો એલર્ટ સિસ્ટમ ગોઠવાશે.
- શહેરી-ગૃહ નિર્માણ વિભાગ માટે 30,325 કરોડ રૂપિયા ફાળવાયા.
- દાહોદમાં નવું ગ્રીનફિલ્ડ ઍરપોર્ટ વિકસાવાશે.
- મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે કુલ 617 કરોડ રૂપિયાની જોગવાઈ.
- આંગણવાડી યોજના માટે 274 કરોડ રૂપિયાની જોગવાઈ.
- મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના” માટે 200 કરોડ રૂપિયા ફાળવાયા.
- દિવ્યાંગોને વાર્ષિક રૂ. 12 હજારની સહાય આપવાની જાહેરાત કરાઈ.
- MSME અને સ્ટાર્ટઅપની વિવિધ યોજનાઓ માટે 3600 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી.