Get The App

મેઘરાજાના પ્રહારથી 'રાવણ' થશે પાણી-પાણી, રાજ્યના આ જિલ્લામાં જાહેર કરાયું યલો અલર્ટ

Updated: Oct 11th, 2024


Google NewsGoogle News
મેઘરાજાના પ્રહારથી 'રાવણ' થશે પાણી-પાણી, રાજ્યના આ જિલ્લામાં જાહેર કરાયું યલો અલર્ટ 1 - image


IMD Forecast : ચોમાસાની સિઝનના અંતમાં રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ ફરી જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 17 ઓક્ટોબર સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં વરસાદની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવી મળી રહી છે. 

આવતી કાલે આ જિલ્લામાં યલો એલર્ટ

હવામાન વિભાગ દ્વારા આવતી કાલે (12 ઓક્ટોબરે) સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિત દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

13 ઓક્ટોબરની આગાહી

13 ઓક્ટોબરે દક્ષિણ અને મધ્ય ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ.

જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, પંચમહાલ, દાહોદ જિલ્લાના અમુક સ્થળો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

આ પણ વાંચો : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે 196 ગામના લોકો લડી લેવાના મૂડમાં, બરડીયા ખાતે મહાસંમેલન યોજવાની જાહેરાત

14 ઓક્ટોબરની આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે, ત્યારે 14 ઓક્ટોબરે પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે પંચમહાલ અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ.

15 થી 17 ઓક્ટોબરની આગાહી

રાજ્યમાં 15 ઓક્ટોબરે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથના અમુક સ્થળોએ અને છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

આ પણ વાંચો :  VIDEO : દહેગામમાં 'રાવણ'ને પહેરાવવો પડ્યો 'રેઇનકોટ', વરસાદ પડતાં તાત્કાલિક ઢાંકવું પડ્યું પૂતળું

જ્યારે 16-17 ઓક્ટોબરે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં વરસાદ ખાબક્યો 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં તાપીના વડોદમાં 77 મિ.મી., વ્યારામાં 73 મિ.મી., ડોલવણમાં 69 મિ.મી., ગીર સોમનાથના કોડિનારમાં 64 મિ.મી., સુરતના પાલસાણામાં 60 મિ.મી., માંગરોળમાં 54 મિ.મી. વરસાદ ખાબક્યો છે.

મેઘરાજાના પ્રહારથી 'રાવણ' થશે પાણી-પાણી, રાજ્યના આ જિલ્લામાં જાહેર કરાયું યલો અલર્ટ 2 - image

મેઘરાજાના પ્રહારથી 'રાવણ' થશે પાણી-પાણી, રાજ્યના આ જિલ્લામાં જાહેર કરાયું યલો અલર્ટ 3 - image



Google NewsGoogle News