Get The App

ગુજરાતમાં હવામાન વિભાગનું ઑરેન્જ ઍલર્ટ, બે દિવસ ગાજવીજ સાથે માવઠાની આગાહી, કરા પડવાની શક્યતા

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં હવામાન વિભાગનું ઑરેન્જ ઍલર્ટ, બે દિવસ ગાજવીજ સાથે માવઠાની આગાહી, કરા પડવાની શક્યતા 1 - image


Rain Forecast In Gujarat : ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 28 ડિસેમ્બર સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે રાજ્યના ચાર જિલ્લામાં કરા પડવાની શક્યતાને લઈને હવામાન વિભાગે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. ચાલો જાણીએ આજથી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના કયા જિલ્લામાં માવઠું પડશે.

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આજે ગુરુવારે કચ્છ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 

આવતી કાલની આગાહી

રાજ્યમાં આવતી કાલે (27 ડિસેમ્બરે) દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 

જ્યારે કચ્છ-સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લા સહિત મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

આ જિલ્લામાં કરા પડવાની શક્યતા

આવતી કાલે (27 ડિસેમ્બરે) રાજ્યના ચાર જિલ્લામાં કરા પડવાની શક્યતાને લઈને હવામાન વિભાગે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં મેઘગર્જનાની સાથે વરસાદ અને કરા પડવાની શક્યતા છે. 

આ પણ વાંચો: સુરતના ગોડાદરામાં ગેસલાઇનમાં લીકેજ થતાં 4 લોકો દાઝ્યા, પાંચ દુકાનો સહિત લાખોનો સામાન બળીને ખાખ

28 ડિસેમ્બરની આગાહી

28 ડિસેમ્બરે રાજ્યના અમરેલી, ભાવનગર, છોટ ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 

છેલ્લા 24 કલાકમાં ઠંડીનું તાપમાન



Google NewsGoogle News