Get The App

અમદાવાદમાં અસામાજિક તત્ત્વો સામે બુલડોઝરવાળી, પોલીસ પર હુમલો કરનારાના ગેરકાયદે બાંધકામ તોડાયા

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
અમદાવાદમાં અસામાજિક તત્ત્વો સામે બુલડોઝરવાળી, પોલીસ પર હુમલો કરનારાના ગેરકાયદે બાંધકામ તોડાયા 1 - image


Demolition in Ahmedabad: અમદાવાદ પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સાથે મળીને રખિયાલ વિસ્તારમાં ગેરકાયદે મિલકતોને તોડી પાડવાની કામગીરી હાથ ધરી છે. આ કાર્યવાહી પોલીસ પર તલવાર હુમલો કરનાર મોહંમદ સરવર ઉર્ફે અબ્દુલ કરીમના ઘરે ડિમોલિશનની કામગીરી હાથધરી છે, આરોપીનું ગેરકાયદે બાંધકામ ઉપર બુલડોઝર ફરી વળ્યું હતું.

અમદાવાદમાં અસામાજિક તત્ત્વો સામે બુલડોઝરવાળી, પોલીસ પર હુમલો કરનારાના ગેરકાયદે બાંધકામ તોડાયા 2 - image

મોહંમદ સરવર સામે અનેક ગુના નોંધાયા છે

બાપુનગર પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલિશન કામગીરી કરાઈ રહી છે. ગેરકાયદે બાંધકામોને તોડી પાડવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે મજબૂત સંદેશ આપવાના પ્રયાસરૂપે ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આરોપી મોહંમદ સરવર ડિસેમ્બર મહિનામાં એક હિંસક ઘટનામાં સામેલ હતો જેમાં રખિયાલમાં નૂર મહેલ હોટલ નજીક ટોળાએ પોલીસ અને સ્થાનિકો પર હુમલો કર્યો હતો. નોંધનીય છે કે, આરોપી મોહંમદ સરવર વિરુદ્ધ 15થી વધુ ગુના નોંધાયા છે.

અમદાવાદમાં અસામાજિક તત્ત્વો સામે બુલડોઝરવાળી, પોલીસ પર હુમલો કરનારાના ગેરકાયદે બાંધકામ તોડાયા 3 - image

અગાઉ બુલડોઝર કાર્યવાહી કરાઈ હતી

ઉલ્લેખનીય છે કે, બાપુનગર વિસ્તારમાં બુધવારે (18મી ડિસેમ્બર) રાત્રે પોલીસની આબરુના ધજાગરા ઉડાડનાર લુખ્ખાઓ સામે 21મી ડિસેમ્બરે બુલડોઝર કાર્યવાહી કરાઈ હતી. પોલીસને હથિયારો બતાવી ધમકાવી ગાડીમાં બેસાડી ભગાડી દેનારા ફઝલ અને આફતાબે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર મકાનો બનાવ્યા હોવાથી તેને તોડી પાડવામાં આવી રહ્યા છે.

અમદાવાદમાં અસામાજિક તત્ત્વો સામે બુલડોઝરવાળી, પોલીસ પર હુમલો કરનારાના ગેરકાયદે બાંધકામ તોડાયા 4 - image


Google NewsGoogle News