'દુબઈમાં IIM અમદાવાદનું સેન્ટર શરૂ થશે', UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનની જાહેરાત

દુબઈમાં આઈઆઈએમ અમદાવાદનું જે કેન્દ્ર બનશે તે ખાસ એક્ઝિક્યૂટિવ પ્રોગ્રામ માટે રહેશે

Updated: Jan 12th, 2024


Google NewsGoogle News
'દુબઈમાં IIM અમદાવાદનું સેન્ટર શરૂ થશે', UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનની જાહેરાત 1 - image


અમદાવાદ, શુક્રવાર

હાલમાં યુએઈના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન વાઈબ્રન્ટ ગ્લોબલ સુમિતમાં મુખ્ય મહેમાન તરીકે આવ્યા છે ત્યારે આઈઆઈએમ અમદાવાદ દ્વારા પોતાની એક શાખા દુબઈ ખાતે શરુ કરવાની જાહેરાત કરી છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આઈઆઈએમ અમદાવાદ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે દુબઈમાં આઈઆઈએમ અમદાવાદનું જે કેન્દ્ર બનશે તે ખાસ એક્ઝિક્યૂટિવ પ્રોગ્રામ માટે રહેશે. 

જો કે અગાઉ 2019માં આઈઆઈએમ દ્વારા પહેલી ઓવરસીઝ બ્રાંચ દુબઈ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સેન્ટર (DIFC) ખાસ એક્ઝૂક્યૂટિવ પ્રોગ્રામને ધ્યાનમાં લઈને બનાવવામાં આવી હતી જે હવે એપ્રિલથી કસ્ટમાઈઝ પ્રોગ્રામ તૈયાર કરશે. 

આ સંસ્થા દ્વારા મિડલ ઈસ્ટના અન્ય દેશો સાથે પણ જોડાણ કરવામાં આવશે. ઈન્ડસ્ટ્રીઝમાં ખાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હોસ્પિટાલિટીની માંગને કારણે એપ્રિલ 2024માં આઈઆઈએમ દ્વારા એક્ઝૂક્ટૂટિવ એજ્યૂકેશન પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે.

હાલમાં તેના અભ્યાસક્રમ વિશેની વાત કરવી અસ્થાને છે એવું જણાવતાં આઈઆઈએમના એક્ઝૂક્યૂટિવ ઉર્વશી શર્માએ કહ્યું હતું કે 'અમે વિવિધ 100 પ્રકારના પ્રોગ્રામ લોંચ કરવા જઈ રહ્યા છીએ જેમાં ત્રણ દિવસથી લઈને છ મહિનાના પ્રોગ્રામ રહેશે. હાલમાં દુબઈની બ્રાંચ આઈઆઈએમ-અમદાવાદના નામથી જ ચાલી રહી છે અને તેમાં નોલેજ એન્ડ હુમન ડેવલપમેન્ટ ઓથોરિટી અંતર્ગત તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં છ મહિનાનો જનરલ મેનેજમેન્ટનો પ્રોગ્રામ ચલાવવામાં આવે છે જેની ફી 42000 આરબ એમિરાટ્સ દિનાર છે જે અંદાજે રૂ.9.5 લાખ કહી શકાય. યુએઈના ડેલિગેટ્સ દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત રિઅલ એસ્ટેટ ડેવલપમેન્ટ અર્થે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પ્લોટ લેવાનો રસ દાખવ્યો છે.'

જેમાં સોભા ઓમાની મલ્ટીનેશનલ રિઅલ એસ્ટેટ કંપનીએ સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદના સીએસઆરમાં રસ લઈને તેમાં ડેવલપમેન્ટ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ ઉપરાંત લુલુ ગ્રૂપેના ડેલિગેશને પણ ગયા અઠવાડિયે આ જગ્યાની મુલાકાત લીધી હતી. આ સિવાય યુએઈના ઈમાર ગ્રૂપ અને દમાક કંપની દ્વારા વિવિધ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી રિવરફ્રંટના ફેઝ-ટુમા વિકાસશીલ વિચારણા કરી રહ્યા છે. હાલમાં દુબઈમાં ચાલતા આઈઆઈએમ-અમદાવાદના સેન્ટરમાં 150 જેટલા સભ્યો જીએમપી પ્રોગ્રામ અંતર્ગત જોડાયા છે.


Google NewsGoogle News