Get The App

દેશમાં ઠેર ઠેર કેસરી રંગના અપમાનને લઈ ફિલ્મ પઠાણનો વિરોધ તો AMCની કેસરી રંગની કચરાપેટીનો કેમ નહી

Updated: Dec 20th, 2022


Google NewsGoogle News
દેશમાં ઠેર ઠેર કેસરી રંગના અપમાનને લઈ ફિલ્મ પઠાણનો વિરોધ તો AMCની કેસરી રંગની કચરાપેટીનો કેમ નહી 1 - image


અમદાવાદ,તા.20 ડિસેમ્બર 2022,મંગળવાર

દેશમાં ઠેર ઠેર બોલીવૂડની ફિલ્મ પઠાણનો કેસરી રંગને બદનામ કરવાના અને હિન્દુ ધર્મની ધાર્મિક લાગણી દુભાવવાનો મુદ્દે વિરોધ થઈ રહ્યો છે, તો બીજી તરફ અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા કેસરી રંગની કચરા પેટીનું વિતરણ કરવામાં આવ્યું તેનો વિરોધ કેમ નહી તે ચર્ચાએ જોર પકડયું છે. એએમસીએ પણ શહેરના અનેક વિસ્તારમાં કેસરી રંગની કચરા પેટીઓ વહેંચી પણ તેનો વિરોધ કેમ ના થયો તે મુદો ઉભો થયો છે. કેસરી રંગની કચરા પેટીઓ વહેચવા પાછળ કોણો દોરી સંચાર છે તે પણ સવાલ છે. જો કે, આ મુદ્દે આજ દિન સુધી એક પણ રાજકીય સંગઠન કે આગેવાન કે કોઈપણ પાર્ટીના આઈટી સેલ દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો નથી. કેસરી રંગની સાડી પહેરેલી અભિનેત્રી પર ફરમાવેલા ગીતમાં અશ્લીલતા અને ભગવા રંગના અપમાનનો મુદ્દો ઉઠાવ્યો પણ કચરા પેટી પર લાગેલા કેસરી રંગમાં કોઈને ભગવાનું અપમાન ના દેખાયું તે વિચારવા જેવી બાબત છે.  

કેસરી રંગની કચરા પેટીઓ શહેરમાં વહેંચવામાં આવી તેની પાછળ કોણો દોરીસંચાર? 

 બોલીવુડની ફિલ્મ પઠાણના ગીતમાં દિપીકા પાદુકોણ અને શાહરૂખાન પર ફરમાવેલા ગીતમાં હિરોઈન કેસરી સાડીમાં અને હિરો લીલા રંગના શર્ટમાં જોવા મળે છે. આ ગીતના અંશો જોઈને હિન્દુ સંગઠનોએ કેસરી રંગનું અપમાન કરી લોકોની ધાર્મિક લાગણી દૂભાવવા માટે જાણી જોઈને આ પ્રકારનોે અશ્લીલતા ભર્યો સીન ગીતમાં લેવામાં આવ્યાનો દાવો કર્યો છે. આ ગીતને લઈને ઠેર ઠેર ફિલ્મ પઠાણનો વિરોધ હિન્દુ સંગઠનોએ શરૂ કર્યો છે. આ ફિલ્મ ના જોવા માટે હિન્દુ સંગઠનો દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં ફિલ્મને લઈને ચાલી રહેલો વિવાદ છેલ્લા કેટલાક સમયથી રોડ પર પણ જોવા મળી રહ્યો છે. 

કેસરી રંગનું અપમાન અંગે  ફિલ્મ પઠાણના વિરોધના વિવાદ બાદ  અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન તરફથી વિતરીત કરવામાં આવેલી કેસરી રંગની કચરા પેટીઓ પણ ચર્ચામાં આવી ગઈ છે.આ કચરા પેટીઓ વિતરણ કરવામાં આવી ત્યારે તેનો વિરોધ એક પણ સંગઠને કર્યો ન હતો. આ કચરા પેટીઓ તેની જગ્યાએ ગોઠવી દેવાઈ અને તે રોજે રોજ કચરાથી ખીચોખીચ ભરેલી જોવા મળે છે.  ખાસ કરીને શહેરના સાબરમતી વિસ્તારમાં કેસરી રંગની આ કચરા પેટીઓ ઠેર ઠેર જોવા મળી રહી છે.લોક મુખે ચર્ચા શરૂ થઈ છે કે, કચરો ભરવા માટે કેસરી રંગની કચરા પેટીનું વિતરણ કરીને પણ  લોકોની ધાર્મિક લાગણી સાથે ચેડા થયા છે. 

સાબરમતીમાં નોનવેજ વેચતી એક દૂકાનનો રંગ પણ કેસરી છે. આમ, કેસરી રંગની કચરા પેટી મુદ્દે કોઈને હિન્દુ સંગઠનો વિરોધ કેમ ના કર્યો તે સવાલ લોકમુખે શરૂ થયો છે. કેસરી રંગની કચરાપેટીના ફોટો પણ નાગરીકો દ્વારા પાડવામાં આવ્યા છે. 


Google NewsGoogle News