ભારત-પાક મેચ દરમિયાન અફવા કે ખોટા મેસેજ ફોરવર્ડ કર્યા તો ગયા સમજો,પોલીસ કાર્યવાહી થશે

સાયબર ક્રાઇમ, શહેર પોલીસ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોનિટરિંગ કરશે

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
ભારત-પાક મેચ દરમિયાન અફવા કે ખોટા મેસેજ ફોરવર્ડ કર્યા તો ગયા સમજો,પોલીસ કાર્યવાહી થશે 1 - image



અમદાવાદઃ (Ahmedabad)ક્રિકેટ રસિકોની આતુરતાનો આજે અંત આવી ગયો છે. (ind vs pak)આખરે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનનો આજે મહા મુકાબલો થવાનો છે. (cricket world cup)ત્યારે મેચ જોવા માટે ઘણા ફિલ્મ સ્ટાર્સ, રાજનેતાઓ અને VIP મહેમાનો પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવશે. જેથી સ્ટેડિયમ સહિત શહેરભરમાં જડબેસલાક સુરક્ષા ગોઠવવામાં આવી છે. (gujarat police)બીજી તરફ બંને દેશોની મેચ વચ્ચે સાયબર ક્રાઇમ દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે.(cyber crime )મેચ દરમિયાન કોઇ પણ સમાજની લાગણી દુભાઇ તે પ્રકારની ટિપ્પણી ન કરવા જણાવાયું છે. એટલું જ નહીં કોઇ પણ અફવા કે ખોટા મેસેજ ફોરવર્ડ ન કરવાની પણ અપીલ કરવામાં આવી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોનિટરિંગ કરશે

મેચ દરમિયાન ચીયરીંગ કરતાં દર્શકોને પોલીસ દ્વારા એવો પણ અનુરોધ કરવામાં આવ્યો છે કે, પર્સ, મોબાઇલ ફોન, કેપ તેમજ જરૂરી દવાઓ જ સ્ટેડિયમમાં લઇ જઇ શકાશે. આ સિવાયની તમામ વસ્તુ સ્ટેડિયમમાં લઈ જવી પ્રતિબંધિત રહેશે. તે ઉપરાંત સોશિયલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ ન કરવા પણ પોલીસે તાકીદ કરી છે. પોલીસના જણાવાયા અનુસાર સાયબર ક્રાઇમ, શહેર પોલીસ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોનિટરિંગ કરશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવું પણ જણાવાયું છે.

ભારત-પાક મેચ દરમિયાન અફવા કે ખોટા મેસેજ ફોરવર્ડ કર્યા તો ગયા સમજો,પોલીસ કાર્યવાહી થશે 2 - image


Google NewsGoogle News