Get The App

કોણ છે ચંડોળા તળાવનો સરતાજ બની બેઠેલો લલ્લા બિહારી? અસામાજિક તત્ત્વોનો અડ્ડો હતું તેનું ફાર્મ હાઉસ

Updated: Apr 29th, 2025

GS TEAM


Google News
Google News
કોણ છે ચંડોળા તળાવનો સરતાજ બની બેઠેલો લલ્લા બિહારી? અસામાજિક તત્ત્વોનો અડ્ડો હતું તેનું ફાર્મ હાઉસ 1 - image


Lalla Bihari Crime Record : અમદાવાદના ચંડોળા તળાવમાં વસવાટ કરતા ગેરકાયદે બાંગ્લાદેશીઓ સહિતના પ્રવાસી વિરૂદ્ધ કડક કરવામાં આવી રહી છે. બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી તેમની અટકાયત કરવામાં આવી રહી છે. પોલીસે અહીંથી જ 800થી વધુ જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. ત્યારે હાલ સૌથી વધુ ચર્ચામાં લલ્લા બિહારનું નામ છે. લલ્લા બિહારીએ ચંડોળા તળાવમાં દબાણ કરીને 2000 વારની જગ્યામાં આલિશાન ફાર્મ હાઉસ બનાવ્યું હતું. આ ફાર્મ હાઉસ અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની ગયું હતું. જેણે પોલીસે તોડી પાડી ધ્વસ્ત કરી દીધું છે. ત્યારે આવો જાણીએ લલ્લા બિહારીની કરમ કુંડળી... 

અમદાવાદના ચંડોળા તળાવમાં મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી ત્યારે અહીં ઝૂંપડાઓની વચ્ચે 2000 વારની વિશાળ જગ્યામાં પથારેલું આલિશાન ફાર્મ હાઉસ જોવા મળ્યું. પોલીસ કમિશનરે સ્થળની મુલાકાત લેતાં તે પણ અચંબામાં મુકાઇ ગયા. આ ફાર્મ બીજા કોઇનું નહી પણ લલ્લા બિહારીનું હોવાનું જાણવા મળ્યું છે. તાજેતરમાં લલ્લા બિહારીના આલિશાન ફાર્મ હાઉસનો વીડિયો પણ સામે આવ્યો છે. 

કોણ છે ચંડોળા તળાવનો સરતાજ બની બેઠેલો લલ્લા બિહારી? અસામાજિક તત્ત્વોનો અડ્ડો હતું તેનું ફાર્મ હાઉસ 2 - image

કોણ છે લલ્લા બિહારી? 

લલ્લા બિહારી ઉર્ફે મહેમૂદેની ક્રાઇમ કુંડળી પર નજર કરીએ તો લલ્લા બિહારી ચંડોળા તળાવ વિસ્તારમાં સરતાજ બનીને બેઠો હતો, તે ફાર્મ હાઉસમાં બેઠા બેઠા મોટા મોટા વહીવટો પાર પાડતો હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીના જણાવ્યા અનુસાર લલ્લા બિહારી ગેરકાયદે ફાઈનાન્સનો ધંધો કરતો હતો.લલ્લા બિહાર પશ્વિમ બંગાળના એજન્ટ થકી બાંગ્લાદેશીઓને લાવતો હતો. તે વ્યક્તિ દીઠ 10થી 15 હજાર રૂપિયા લેતો હતો અને જગ્યા ભાડે આપતો હતો. એટલું ગેરકાયદે આવેલા બાંગ્લાદેશીઓને ખોટા દસ્તાવેજ બનાવી આપતો હોવાના પણ આરોપ છે. ત્યારે પોલીસે લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહની ધરપકડ કરી લીધી છે. હાલ બંનેને ક્રાઇમ બ્રાન્ચ લઇ જવામાં આવ્યા છે. 

ઘોડા, રીક્ષા ભાડે આપતો હતો

પોલીસ કમિશનર જીએસ મલિકે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું અત્યાર સુધીમાં ચંડોળા તળાવ વિસ્તારમાં 500 જેટલા ગેરકાયદે મકાનો અને ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા છે. લલ્લા બિહારીના ત્યાંથી અનેક દસ્તાવેજો મળી આવ્યા છે. લલ્લા બિહારી ખોટા દસ્તાવેજ ભાડા કરાર સહિતની પ્રવૃત્તિઓ કરતો હતો. તે ઘોડા, રીક્ષા સહિત ભાડે આપતો હતો. લલ્લા બિહારીએ 300 રીક્ષા રાખી હોવાનું પણ સામે આવ્યું છે. 

સુવિધાઓથી સજ્જ હવેલીને પણ ટક્કર મારે એવું આલિશાન ફાર્મ હાઉસ

લલ્લા બિહારીએ ચંડોળા તળાવની જગ્યા પચાવી પાડીને ગેરકાયદે રીતે આલિશાન ફાર્મહાઉસ બનાવ્યું હતું. આ ફાર્મ હાઉસ વિવિધ સુવિધાઓથી સજ્જ હતું. ફાર્મ હાઉસ હવેલીને પણ ટક્કર મારે એવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેમાં કિચન, હીંચકા, ફુવારા, મીની સ્વિમિંગ પુલ, ચિલ્ડ્રન પ્લે એરિયા અને એસીથી સજ્જ રૂમો બનાવવામાં આવ્યા છે.  ફાર્મ હાઉસમાં ઠંડક માટે ચારેય તરફ ગ્રીન નેટ અને લીલા ઝાડ ઉગાડવામાં આવ્યા હતા. . ફાર્મહાઉસના પાછળના ભાગે સીઝ કરેલી રિક્ષા પાર્ક કરવામાં આવી હતી. ફાર્મ હાઉસ તળાવમાં ઝૂંપડાઓની વચ્ચે અસામાજિક તત્વોના ઐયાશીનો અડ્ડો હતો. 

કોણ છે ચંડોળા તળાવનો સરતાજ બની બેઠેલો લલ્લા બિહારી? અસામાજિક તત્ત્વોનો અડ્ડો હતું તેનું ફાર્મ હાઉસ 3 - image

લલ્લા બિહારી અને તેના પુત્રની ધરપકડ, ગેરકાયદે ફાર્મ હાઉસ ધ્વસ્ત

ચંડોળામાં અત્યાર સુધી 500 જેટલા મકાનો અને ઝૂપડાં ધ્વસ્ત કરાયા છે. ત્યારે લલ્લા બિહારીએ પચાવી પાડેલી 2 હજાર વાર જગ્યા ખુલ્લી કરીને તેના ગેરકાયદે ફાર્મ હાઉસને તોડી પાડવામાં આવ્યું છે અને લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે ગેરકાયદે વીજ જોડાણ ગુનો નોંધયો છે. હાલ પિતા-પુત્રને ક્રાઈમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યાં છે. 


Tags :