ચોટીલા-રાજકોટ હાઈવે પર એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત, ત્રણના કમકમાટીભર્યા મોત
અકસ્માતની ઘટના આપાગીગાના ઓટલા નજીક બની હતી
એમ્બ્યુલન્સના ડ્રાઈવર સહિત દર્દીની બહેના અને દીકરીના મોત થયા
Road Accident: ગુજરાતમાં હાઈવે પર થતાં અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે ત્યારે વધુ એક ભયાનક અકસ્માતની ઘટના ચોટીલા-રાજકોટ હાઈવે પર બની છે જેમાં ત્રણ લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે.
આપાગીગાના ઓટલા નજીક બની ઘટના
ચોટીલા-રાજકોટ હાઈવે પર એક એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચેના ભીષણ અકસ્માતમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવર સહિત ત્રણ લોકોના મોત થયા છે. એમ્બ્યુલન્સ ચોટીલાથી રાજકોટ જઈ રહી હતી તે દરમિયાન આપાગીગાના ઓટલા પાસે ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એમ્બ્યુલન્સમાં સવાર દર્દી સાથે રહેલા તેમના બહેન અને દીકરી સહિત ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાની પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હજું સુધી મૃતકોની ઓળખ થઈ નથી.