ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભાજપની ભવ્ય બહુમતીને લઈને ટ્વિટ કર્યું, 'હાઉઝ ધ જોશ ગુજરાત?'
સુરતની મજૂરા બેઠક પરથી ગૃહમંત્રી હર્ષ સંઘવી જીત ગયા છે
અમદાવાદ,8 ડિસેમ્બર 2022, ગુરૂવાર
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ શરૂઆતી વલણ બહાર આવી ગયા છે. ત્યારે સુરતની મોટાભાગની બેઠકો પર ભાજપ આગળ ચાલી રહી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના માધવસિંહ સોલંકી સરકારના 149 સીટના રેકોર્ડને પણ તોડી શકે છે. સુરતની મજૂરા બેઠક પરથી ગૃહમંત્રી હર્ષ સંઘવી જીતી ગયા છે. આ અગાઉ હર્ષ સંઘવીએ સવારે હાઉઝ ધ જોશ ગુજરાત? તેમ ટ્વિટ્ટ કર્યું હતું. ગુજરાતમાં મોટા ભાગની સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. સુરતમાં આમ આદમી પાર્ટીએ પ્રચંડ પ્રચાર કર્યો હતો. જો કે સુરતની બેઠકો પર ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. સુરતમાં ભરતીય જનતા પાર્ટીના ઉમેદવારોના ઉત્સાહમાં વધારો જોવા મળી રહ્યો છે.
હર્ષ સંઘવીએ કોંગ્રેસના બળવંત જૈન અને આમ આદમી પાર્ટીના PVSશર્માને હરાવ્યા છે. હર્ષ સંઘવી સતત ટ્વિટ કરી રહ્યા છે. હર્ષ સંઘવીએ કોંગ્રેસના ઉમેદવારને મોટા માર્જિનથી જીત મેળવી છે. સુરતમાં હર્ષ સંઘવીની જીત થવાથી ભારતીય જનતા પાર્ટીમાં ઉત્સાહ છે અને સુરતમાં અન્ય બેઠક પર પર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. સુરતની જેમ ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટી ઘણી બેઠકો પણ આગળ ચાલી રહી છે. ગુજરાતમાં આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અનેક રેકોર્ડ તોડી શકે તેમ છે.