21મી જાન્યુઆરીએ ગૃહમંત્રી હર્ષ સંધવી થ્રિલ એડિક્ટ નાઈટ મેરથોનનું ઉદઘાટન કરશે
અમદાવાદ,તા.11 જાન્યુઆરી 2023,બુધવાર
શહેરમાં ૨૧મી જાન્યુઆરીએ થ્રિલ એડિકટ નાઈટ મેરથોનનું આયોજન કર્યાની જાહેરાત શહેર પોલીસે કરી છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવી મેરથોનનું ઉદઘાટન કરશે. પાંચ, દસ અને ૧૫ કીલોમીટરની મેરથોનમાં ભાગ લેવા માટે ૭૨ હજાર લોકોનું રજીસ્ટ્રેશન થયાનું જાણવા મળ્યું છે.
૫, ૧૦ અને ૧૫ કીલોમીટરની મેરથોન માટે ૭૨ હજારથી વધુ લોકોનું રજીસ્ટ્રેશન
શહેર પોલીસે અગાઉ રદ કરેલી થ્રિલ એડિકટ નાઈટ મેરથોનનું આયોજન ૨૧મી જાન્યુઆરીના સાંજેના સમયે કર્યાની જાહેરાત કરી હતી. સેક્ટર-૧ના એડી.સીપી નિરજ બડગુજરએ જણાવ્યું હતું કે, થ્રિલ એડિક્ટ નાઈટ મેરથોનની શરૂઆત રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતેથી ૨૧મી જાન્યુઆરીએ સાંજે થશે.ગૃહ રાજયમંંત્રી હર્ષ સંધવી મેરથોનનું ઉદઘાટન કરશે. આ મેરથોનમાં ભાગ લેવા માટે અત્યાર સુધીમાં ૭૨ હજારથી વધુ લોકોનું રજીસ્ટ્રેશન થયું છે. ૫,૧૦ અને ૧૫ કીલોમીટરની મેરથોનમાં અનેક સેલીબ્રીટીઝ પણ હાજર રહેશે અને તેઓ માટે જૂદા જૂદા સ્ટેજ ઉભા કરવામાં આવશે. આ મેરથોનમાં ચીપથી ટાઈમ રજીસ્ટર કરવામાં આવશે તેમજ આ આયોજનને કારણે શહેરના અમુક માર્ગો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.