Get The App

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસને ટકોર કરી, લાયસન્સ વિના પકડાયેલા વ્યક્તિ સાથે સારો વ્યવહાર કરો

પોલીસે કામગીરી તો શરૂ કરી છે પણ હજી સંતોષકારક કામગીરી દેખાતી નથીઃ હર્ષ સંઘવી

અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા 1800 જેટલાં પોલીસ કર્મીઓને હેલ્મેટ અપાયા

Updated: Jul 6th, 2023


Google NewsGoogle News
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસને ટકોર કરી, લાયસન્સ વિના પકડાયેલા વ્યક્તિ સાથે સારો વ્યવહાર કરો 1 - image



અમદાવાદઃ પાલડી પોલીસ સ્ટેશનને ચાઈલ્ડ ફ્રેન્ડલી રૂમના અનાવરણ કાર્યક્રમ ઉપરાંત પોલીસ કર્મીઓને હેલ્મેટ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓની હાજરીમાં ટકોર કરી હતી કે, જ્યારે કોઈ વ્યક્તિ લાયસન્સ વિના પકડાય તો તેની સાથે ગંભીર પ્રકારના ગુનાના આરોપી તરીકે વર્તન ન થવું જોઈએ. તેની સાથે માનવતા પૂર્વક વ્યવહાર કરવો જોઈએ. આ દિશામાં પોલીસ કામ તો કરી રહી છે પરંતુ હજુ સંતોષકારક કામગીરી દેખાઈ નથી રહી. તેમણે પોલીસને પણ ટકોર કરતાં કહ્યું હતું કે,રાજ્યના તમામ પોલીસ કર્મીઓએ પણ નિયમોનું એટલું જ પાલન કરવું જોઈએ. 

ઝડપથી ગુનેગારોને પકડી કાર્યવાહી કરવા સૂચના

હર્ષ સંઘવીએ મહિલા સુરક્ષાની બાબતે પણ મહત્વપૂર્ણ અને ઝડપથી ગુનેગારોને પકડી કાર્યવાહી કરવા પોલીસને સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે, અમદાવાદમાં જે વસ્તુ જેના માટે બનાવવામાં આવી છે, એનો તેના માટે જ ઉપયોગ થવો જોઈએ. એટલે કે પાલડી પોલીસ સ્ટેશનમાં ચાલ રૂમનો ઉપયોગ બાળકો માટે થવો જોઈએ એવું ન થવું જોઈએ કે બાદમાં ત્યાં મુદ્દામાલ કે અન્ય પરચુરણ સામાન ભરી દેવામાં આવે! ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પોલીસની કામગીરીને માત્ર કાયદો વ્યવસ્થા સુધી ન ગણાવી માનવી અભિગમ વાળી ગણાવી એમ પણ કહ્યું હતું. 

પોલીસકર્મીએ થાક પોલીસ સ્ટેશનમાં જ ઉતારીને ઘરે જવું જોઈએ

હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, પોલીસ કર્મીએ તેનો થાક પોલીસ સ્ટેશનમાં જ ઉતારીને જવું જોઈએ ઘરે જઈને તેનો સ્ટ્રેસ ન લેવો જોઈએ. ભલેને કોઈ અધિકારીએ કામ બાબતે અથવા તો અન્ય બાબતે ટકોર કરી હતી. ટ્રાફિક નિયમન અંગેની જાગૃતતા માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા 1800 જેટલાં પોલીસ કર્મીઓને હેલ્મેટ પણ આપવા આવ્યા. ગયા મહિને અમદાવાદ ગ્રામની પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો ટ્રાફિક અકસ્માતમાં મોત થયું હતું જબાજ ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ વિતરણ માટેનું અયોજન કરવામાં આવ્યું હતુ.


Google NewsGoogle News