Get The App

HMPV વાઇરસે ચિંતા વધારી: ભારત આવેલા NRI સતર્ક, સરકારની ગાઇડલાઇન પર સતત નજર

Updated: Jan 6th, 2025


Google NewsGoogle News
HMPV વાઇરસે ચિંતા વધારી: ભારત આવેલા NRI સતર્ક, સરકારની ગાઇડલાઇન પર સતત નજર 1 - image


HMPV virus  Alert : ચીનમાં ફેલાઈ રહેલા નવા હ્યુમન મેટાન્યૂમો વાઇરસે (HMPV) સમગ્ર વિશ્વ સાથે ભારતની પણ ચિંતા વધારી દીધી છે, ત્યારે હાલ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં બહોળી સંખ્યામાં સ્વદેશ આવેલા એનઆરઆઇમાં પરત જવા અંગે ચિંતાનું મોજુ ફરી રહ્યું છે. વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ભારતમાં પણ આ વાઇરસના પ્રથમ કેસથી ચિંતા ખૂબ વધી ગઈ છે. એનઆરઆઇ પોતે સરળતાથી પરત વિદેશ જઈ શકે તે માટે તેઓ પણ સમગ્ર ઘટના અને સરકારી ગાઇડલાઇન પર નજર રાખી રહ્યા છે. 


આ પણ વાંચો: ગુજરાતમાં ચીનના HMPV વાઇરસનો પહેલો શંકાસ્પદ કેસ, અમદાવાદમાં 2 મહિનાનું બાળક પોઝિટિવ

ચીનમાં HMPV વાઇરસ ફેલાતા ત્યાં સ્થિતિ બગડી રહી છે. ચીનના વુહાનમાં સંખ્યાબંધ બાળકો સંક્રમિત થતાં શાળાઓ તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે. ચીનમાં ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓ વધી જતાં સમગ દેશમાં ડર ફેલાઈ ગયો છે. ગણતરીના દિવસોમાં ત્યાં સંક્રમણમાં તોતિંગ વધારો થતાં સમગ્ર વિશ્વ હવે ચીન પર નજર રાખી રહ્યું છે. સાથે ભારત સરકારે પણ સમગ્ર મામલે ડબલ્યુએચઓને ચીનના સંક્રમણ પર નજર રાખવાની તાકીદ કરી છે. ચીનમાં ઊભી થયેલી પરિસ્થિતિના પગલે ભારતમાં પ્રથમ કેસનો પગ પેસારો થઈ જતાં હાલ અહીં આવેલા એનઆરઆઇમાં ખૂબ ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે. 

આ પણ વાંચો: HMPV વાઇરસથી બચવા શું કરવું-શું નહીં? જાણો ગુજરાત સરકારની એડવાઈઝરી

હાલ આ એવો સમય છે જ્યારે વિદેશમાં સ્થાયી થયેલા એનઆરઆઇ અને ગુજરાતીઓ સૌથી વધુ અહીં આવ્યા હોય. તેઓ દૈનિક કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગની વેબસાઇટ અને ઍરપૉર્ટની ગાઇડલાઇન પણ નજર રાખી રહ્યા છે. ઉપરાંત નવા કોઈપણ અપડેટ આવે તે માટે તેઓ સતત જાગૃત બન્યા છે. જેથી તેઓને પરત જવા ટાણે સરકારી ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન કરી શકાય અને વિદેશમાં પ્રવેશ વખતે વધુ કોઈ અડચણ ઊભી ન થાય. 

આ પણ વાંચો: સુરતમાં ગોપાલ ઇટાલિયાએ જાહેર મંચ પરથી જાતે જ પટ્ટા મારી માફી માંગી, 'દીકરીને હું ન્યાય અપાવી ન શક્યો'

ઉલ્લેખનીય છે કે, કોવિડ 19 વખતે ભારત સહિત વિશ્વના અનેક દેશોએ અલગ અલગ ગાઇડલાઇન બહાર પાડી પોતાના દેશમાં આવતા સ્વદેશી અને યાત્રીઓના પ્રવેશ પર નિયંત્રણો લાગુ કર્યા હતા. આવા કોઈ નિયંત્રણ અંગે પણ તેઓ સતત તપાસ કરી રહ્યા છે.


Google NewsGoogle News