Get The App

અમદાવાદ નજીક હિટ એન્ડ રનની ઘટના: નશામાં ધૂત યુવકે કાર ઘરમાં ઘૂસાડી, 1નું મોત, બે ઘાયલ

Updated: Dec 28th, 2024


Google NewsGoogle News
અમદાવાદ નજીક હિટ એન્ડ રનની ઘટના: નશામાં ધૂત યુવકે કાર ઘરમાં ઘૂસાડી, 1નું મોત, બે ઘાયલ 1 - image


Hit And Run Accident Near Ahmedabad : અમદાવાદ શહેરમાં અવાર-નવાર હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવે છે. પરંતુ હવે અમદાવાદના આસપાસના નાના વિસ્તારોમાં પણ હિટ એન્ડ રનની ઘટનાઓ બની રહી છે. શુક્રવારે મોડી રાત્રે અમદાવાદ નજીક આવેલા ભાત ગામમાં હિટ એન્ડ રનનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એકનું મોત નિપજ્યું છે જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત સર્જાયા હતા કાર ચાલક ભાગી ગયો હતો. અકસ્માતનની જાણ થતાં સ્થાનિક લોકોએ પોલીસ જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

અમદાવાદ નજીક હિટ એન્ડ રનની ઘટના: નશામાં ધૂત યુવકે કાર ઘરમાં ઘૂસાડી, 1નું મોત, બે ઘાયલ 2 - image

પ્રાપ્ત માહિતી અનુસાર શુક્રવારે મોડી રાત્રે 11:20 વાગ્યાની આસપાસ નશામાં ધૂત એક યુવક બેફામ સ્પીડમાં કાર હંકારી ભાત ગામમાં અશોકભાઈ પ્રજાપતિ નામના આધેડને ટક્કર મારી પાંચથી સાત ફૂટ ઢસડી કાર એક ઘરમાં ઘૂસાડી દીધી હતી. આ અકસ્માતમાં આધેડને ગંભીર ઇજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. 

અકસ્માતના સમયે હાજર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આ આધેડ ભાત ગામમાં આવેલા ચાચરાવાડી વિસ્તારમાં આવેલા પાન ગલ્લા પાસે ઉભો હતો. ત્યારે કાસિન્દ્રા તરફથી આવી રહેલી કાર GJ 01 WM 0872 ના ચાલક અંશ ઠાકોરે નશામાં ધૂત પૂરપાટ ઝડપે કાર હંકારી બે થાંભલાને ટક્કર મારી હતી. ત્યારબાદ કાર ચાલકે આધેડને અડફેટે લઇને એક ઘરમાં ઘૂસાડી દીધી હતી. આ અકસ્માતમાં આધેડને ગંભીર ઇજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. 

અમદાવાદ નજીક હિટ એન્ડ રનની ઘટના: નશામાં ધૂત યુવકે કાર ઘરમાં ઘૂસાડી, 1નું મોત, બે ઘાયલ 3 - image

આ ઉપરાંત કાર ચાલકે અન્ય બે યુવકોને પણ અડફેટે લેતાં તેમને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. કારમાં યુવકની સાથે અન્ય બે વ્યક્તિઓ પણ હોવાનું સામે આવ્યા છે. અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક યુવક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. ત્યારબાદ સ્થાનિક ગ્રામજનોએ પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 


Google NewsGoogle News