અસહય ઉકળાટ ,વાતાવરણમાં પલટા પછી વાસણા-જોધપુર વિસ્તારમાં એક બોડકદેવમાં પોણો ઈંચ વરસાદ
પાલડી,બોપલ,રાણીપ ઉપરાંત ચાંદખેડા, કોતરપુરમાં અડધો ઈંચ વરસાદ
અમદાવાદ,શુક્રવાર,9 ઓગસ્ટ,2024
અમદાવાદમાં શુક્રવારે અસહય ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવતા
બપોરના ત્રણથી શહેરના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો.સવારના૬થી રાત્રિના
૮ કલાક સુધીમાં વાસણા-જોધપુર વિસ્તારમાં એક ઈંચ જયારે બોડકદેવમાં પોણો ઈંચ વરસાદ
થયો હતો.પાલડી,બોપલ,રાણીપ ઉપરાંત
ચાંદખેડા અને કોતરપુરમાં પણ અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.રાત્રે ૮ કલાક સુધીમાં
સરેરાશ ૧૨.૧૫ મિલીમીટર વરસાદ સાથે મોસમનો કુલ ૧૭.૪૦ ઈંચ વરસાદ થવા પામ્યો હતો.
શુક્રવારે બપોરે ૩થી ૬ કલાકના સમયમાં વાસણા વિસ્તારમાં ૩૩
મિલીમીટર, જોધપુર
વિસ્તારમાં ૨૯ મિલીમીટર જેટલો વરસાદ વરસી પડયો હતો.બોડકદેવમાં ૨૩ મિલીમીટર, સાયન્સ સીટી તથા
ગોતા વિસ્તારમાં અનુક્રમે ૨૧ મિલીમીટર
વરસાદ થવા પામ્યો હતો.ઉત્તરઝોનના કોતરપુરમાં ૨૨ મિલીમીટર જેટલો વરસાદ વરસી પડતા
લોકોએ ગરમીથી રાહત મળ્યાનો અનુભવ કર્યો હતો.વાસણા બેરેજનુ લેવલ ૧૩૨.૭૫ ફૂટ નોંધાયુ
હતુ.
રાત્રે ૮ સુધી કયાં-કેટલો વરસાદ
વિસ્તાર વરસાદ(મિ.મી.)
વાસણા ૩૩
રાણીપ ૨૦
ચાંદખેડા ૧૬
બોડકદેવ ૨૩
સાયન્સસીટી ૨૧
ગોતા ૨૧
ચાંદલોડીયા ૧૯
જોધપુર ૨૯
બોપલ ૧૬
કોતરપુર ૨૨