Get The App

'વરસાદને કારણે થયેલા પાક નુકસાનનું વળતર ચૂકવો', ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યએ સરકારને લખ્યો પત્ર

Updated: Oct 17th, 2024


Google NewsGoogle News
farmers crops


Damage To Farmers Crops Due To Heavy Rains: ચોમાસાની સિઝનમાં રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના કટેલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાતા અનેક પ્રભાવિત થયા અને ખેડૂતોના પાકને નુકસાની પહોંચી છે, ત્યારે ભાજપના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને નિષ્ફળ ગયેલા પાકની સર્વેની કામગીરી હાથ ધરીને સહાય કરવા માટે રજૂઆત કરી છે. 

'વરસાદને કારણે થયેલા પાક નુકસાનનું વળતર ચૂકવો', ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યએ સરકારને લખ્યો પત્ર 2 - image

સાવરકુંડલામાં ખેડૂતોને પાક નુકસાની માટે સહાય આપવા માગ

સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને ખેડૂતોને પાક નુકસાની સામે સહાય કરવાની માગ કરી છે. જેમાં સાવરકુંડલા તાલુકાના આંબરડી, થોરડી, દોલતી, આદસંગ, ગોરડકા, મેરીયાણા, છાપરી સહિતના વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદને પગલે ખેડૂતોના શીંગ, કઠોળ, કપાસ સહિતના પાકને મોટાપાયે નુકસાન થયું હોવાથી નુકસાનીનો તાત્કાલિક સર્વે કરાવીને આર્થિક સહાય પૂરી પાડવા રજૂઆત કરી છે. 

'વરસાદને કારણે થયેલા પાક નુકસાનનું વળતર ચૂકવો', ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યએ સરકારને લખ્યો પત્ર 3 - image

આ પણ વાંચો : 'જંગલ ખાતામાં શું ધંધા ચાલે છે, બધુ ખબર છે...', સાંસદ મનસુખ વસાવાની હાજરીમાં વરસ્યાં ધારાસભ્ય ચૈતર વસાવા

પૂર્વ ધારાસભ્યની મુખ્યમંત્રીને રજૂઆત

જ્યારે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ વિસાવદર, ભેસાણ, જૂનાગઢ ગ્રામ્ય સહિતના વિસ્તારોમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાનમાં વળતર આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરી છે. આ વિસ્તારોમાં ખેડૂતોના મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકમાં ભારે વરસાદને કારણે નિષ્ફળ નીવળેલા પાકને લઈને વળતર ચૂકવવા માટે રજૂઆત કરી છે. 


Google NewsGoogle News