Get The App

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે પવન-ગાજવીજ સાથે વરસાદ, આ જિલ્લામાં હવામાન વિભાગનું યલો એલર્ટ

Updated: Oct 20th, 2024


Google NewsGoogle News
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે પવન-ગાજવીજ સાથે વરસાદ, આ જિલ્લામાં હવામાન વિભાગનું યલો એલર્ટ 1 - image


Rain In Gujarat : રાજ્યમાં ફરી વરસાદી માહલો જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આજે રવિવારે (20 ઑક્ટોબર) રાજ્યના નવ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે. જેને લઈને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી હળવો વરસાદ ખાબક્યો છે. જેમાં અમરેલી, રાજકોટ, કચ્છ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે.

આજે આ જિલ્લામાં યલો એલર્ટ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે (20 ઑક્ટોબર) સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભરે વરસાદની આગાહી છે.

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે પવન-ગાજવીજ સાથે વરસાદ, આ જિલ્લામાં હવામાન વિભાગનું યલો એલર્ટ 2 - image

આવતી કાલની આગાહી

આવતી કાલે (21 ઑક્ટોબર) સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિત વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

આ પણ વાંચો : ગુજરાતના આ જિલ્લામાં વહેલી સવારથી મેઘસવારી, જગતનો તાત ચિંતિત, નદીઓમાં ઘોડાપુર સર્જાયું

રાજ્યમાં વાવાઝોડાની શક્યતા!

રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ છેલ્લા બે દિવસથી ભારે પવન અને ગાજવીજ સાથે ભારેથી હળવો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસમાં વાવાઝોડાની શક્યતા દર્શાવી છે. તેમણે કહ્યું કે, 'આગામી 22 ઑકટોબરથી અંદમાન નિકોબાર ટાપુમાં સાયકલોનિક સર્ક્યુલેશન બનવાથી 100થી 120 કિલોમીટર પ્રતિ કલાક ગતિનું વાવાઝોડું થવાની શક્યતા છે. જ્યારે રાજ્યમાં દિવાળીના તહેવારથી ઠંડી પડવાની શરૂ થશે.'

આ પણ વાંચો : રાજકોટમાં તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારમાં પાણી ભરાયા, ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોનો પાક પલળ્યો

22-23 ઑક્ટોબરની આગાહી

22-23 ઑક્ટોબરે દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.


Google NewsGoogle News