Get The App

ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી: અમદાવાદ, સુરત, રાજકોટ સહિત આટલા જિલ્લામાં થશે મેઘમહેર

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
Rain


Heavy Rain In Gujarat : રાજ્યમા વહેલી સરવાથી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારો એવો વરસાદી વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 7 સપ્ટેમ્બર સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય-ઉત્તરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે અતિભારે વરસાદને પગલે છોટા ઉદેપુર, નર્મદા, સુરત જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, બનાસકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યાં છે. 3 સપ્ટેમ્બરે અતિભારે વરસાદને પગલે ભરૂચ અને સુરત જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ આગામી પાંચ દિવસ કેવો રહેશે વરસાદી માહોલ.

આજે (2 સપ્ટેમ્બર) બપોરના 2થી 4 વાગ્યા સુધીમાં 39 તાલુકામાં વરસાદ ખાબક્યો 

રાજ્યમાં આજે (2 સપ્ટેમ્બર) બપોરના 2થી 4 વાગ્યા સુધીમાં 39 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સાબરકાંઠાના પ્રાંતિજમાં 45 મિ.મી., સાબરકાંઠાના હિંમતનગરમાં 40 મિ.મી., તાપીના વ્યારામાં 34 મિ.મી., સુરતના માંડવીમાં 29 મિ.મી., તાપીના ઉચ્છલમાં 24 મિ.મી., તાપીના ડોલવણમાં 22 મિ.મી., સુરતના મહુવામાં 21 મિ.મી. વરસાદ ખાબક્યો છે. 

ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી: અમદાવાદ, સુરત, રાજકોટ સહિત આટલા જિલ્લામાં થશે મેઘમહેર 2 - image

આ પણ વાંચો : દક્ષિણ ગુજરાત પર મહેરબાન થયા મેઘરાજા: સોનગઢમાં ધોધમાર 8 ઈંચથી વધુ વરસાદ, પેરવડ ગામે જળબંબાકારની સ્થિતિ

આવતી કાલની (3 સપ્ટેમ્બર) આગાહી

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે 3 સપ્ટેમ્બરે અતિભારે વરસાદને પગલે ભરૂચ અને સુરત જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રના બોટાદ અને ભાવનગર સહિત આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેવામાં મધ્ય ગુજરાતના અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર સહિત સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

4 સપ્ટેમ્બરની આગાહી

4 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના 20 જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચો : અમદાવાદમાં 19 વર્ષીય નર્સે સાબરમતીમાં કૂદીને કર્યો આપઘાત, ફોનમાંથી મળેલા દસ્તાવેજો આધારે કરી ઓળખ

5થી 7 સપ્ટેમ્બરની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 5થી 7 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદી માહોલ રહેશે. જેમાં 5 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, પાટણ, નવસારી, વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 6-7 સપ્ટેમ્બરે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આ સિવાયના 31 તાલુકામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે. 

ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી: અમદાવાદ, સુરત, રાજકોટ સહિત આટલા જિલ્લામાં થશે મેઘમહેર 3 - image


Google NewsGoogle News