આવતીકાલે ગુજરાતનાં આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, ઓરેન્જ ઍલર્ટ અપાયું
Heavy Rain In Gujarat : રાજ્યમાં દક્ષિણ ગુજરાત અન સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના અમુક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 4 ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે ભાવનગર, અમરેલી, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 6 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદનું જોર રહેશે.
છેલ્લા 24 કલાકમાં 175 તાલુકામાં વરસાદ ખાબક્યો
છેલ્લા 24 કલાકમાં 175 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના નવસારીના ખેરગામ તાલુકામાં 62 મિમી. નોંધાયો છે. જ્યારે આજે (2 ઓગસ્ટ) સવારના છ વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 90 તાલુકામાં વરસાદનો ખાબક્યો છે. જેમાં અરવલ્લીના મોડાસામાં 28 મિમી., ડાંગના ડાગ-આહવામાં 15 મિમી, મહેસાણાના વિજાપુરમાં 14 મિમી, વલસાડના કપરાડામાં 13 મિમી, સુરતના મહુવા અને અરવલ્લીના મેઘરજમાં 12-12 મિમી વરસાદ વરસ્યો છે.
ઓરેન્જ એલર્ટ
રાજ્યમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં મેઘરાજા મહેરબાન છે, ત્યારે આજે (2 જુલાઈ) ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતાં હવામાન વિભાગ દ્વારા સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
યલો એલર્ટ
આજે (2 જુલાઈ) હવામાન વિભાગ દ્વારા કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
નો વોર્નિંગ
આજે (2 જુલાઈ) રાજ્યમાં મધ્ય અને પશ્ચિમ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ નહિવત રહેશે. જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, આણંદ, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.
3 ઓગસ્ટની આગાહી
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે આ દિવસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા સહિત દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, કચ્છ, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, આણંદ, મહીસાગર જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.
4 ઓગસ્ટની આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 4 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.
5-6 ઓગસ્ટની આગાહી
રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે 5-6 ઓગસ્ટના દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.