દક્ષિણ ગુજરાતમાં બીજા દિવસે પણ મેઘસવારી, વલસાડ-અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ ખાબક્યો

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
Rain in Amreli


Gujarat Rain : ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે અને છેલ્લા બે ત્રણ દિવસમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગો તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ક્યાક ધોધમાર તો ક્યાક છુટોછવાયો વરસાદ વરસ્યો છે. જો કે હજુ પણ અનેક જિલ્લાઓમાં વરસાદની રાહ જોવાઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં 34 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે વહેલી સવારે સુરત, નવસારીમાં ધીમીધારે જ્યારે વલસાડ અને અંકલેશ્વનરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ દેખા દીધી

રાજ્યમાં આજે સવારે કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ દેખા દીધી હતી. જેમાં સવારે 6 વાગ્યાથી 8 વાગ્યાની વાત કરવામાં આવે તો ચાર જિલ્લામાં વરસાદ વરસાદ પડ્યો હતો. જેમાં વલસાડમાં ધોધમાર જ્યારે અમરેલી, ગીર સોમનાથ અને ભરૂચમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વલસાડના પારડીમાં 16 મિ.મી. નોંધાયો હતો. આ ઉપરાંત અમરેલીના ખાંભામાં 4 મિ.મી., ગીર સોમનાથના પાટણ-વેરાવળમાં 4 મિ.મી. વરસાદ નોંધાયો હતો.

સુરત, નવસારી અને વલસાડમાં વરસાદ વરસ્યો

આ ઉપરાંત સુરત જિલ્લા અને શહેરમાં પણ વહેલી સવારે વરસાદી માહોલ છવાયો હતો અને બારડોલી સ્ટેશન રોડ, ગાંધીરોડ, શાસ્ત્રી રોડ તેમજ બાબેન અને ધામરોડ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત આસપાસના પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. સુરત ઉપરાંત નવસારી જિલ્લામાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. તો વલસાડ તેમજ અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાય ગયા હતા.

દક્ષિણ ગુજરાતમાં બીજા દિવસે પણ મેઘસવારી, વલસાડ-અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ ખાબક્યો 2 - image

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વિસાવદરમાં નોંધાયો

રાજ્યમાં  24 કલાકની વાત કરવામાં આવે તો 34 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ જુનાગઢ જિલ્લાના વિસાવદરમાં 26 મિ.મી. નોંધાયો છે. આ ઉપરાંત વલસાડ જિલ્લાના ધરમપુરમાં 25 મિ.મી તેમજ કપરાડામાં 24 મિ.મી., સુરેન્દ્રનગરના થાનમાં 21 મિ.મી., ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં 19 મિ.મી., રાજુલામાં 16 મિ.મી., ખેરગામમાં 15 મિ.મી., વલસાડમાં 12 મિ.મી., પાલિતાણામાં 11 મિ.મી., ઉમરગામમાં 11 મિ.મી., બાબરામાં 10 મિ.મી., કુંકાવાવ-વડિયામાં 10 મિ.મી. વરસાદ નોંધાયો છે. 

દક્ષિણ ગુજરાતમાં બીજા દિવસે પણ મેઘસવારી, વલસાડ-અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ ખાબક્યો 3 - image


Google NewsGoogle News