અમદાવાદમાં વિધર્મીએ ડોક્ટર યુવતીને પ્રેમજાળમાં ફસાવી, યુવતીના પરિવારે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ધરણાં કર્યા
યુવતીએ વિધર્મી સાથે લગ્ન કર્યાં છે કે નહીં તેની તપાસ કરવા માટે પોલીસ સક્રિય થઈ
હિન્દુ સંગઠનો અને યુવતીના પરિવારજનોને પોલીસે યુવતીને શોધીને લાવવાની બાંહેધરી આપતાં મામલો શાંત થયો
અમદાવાદઃ શહેરમાં ફરીવાર લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. (love jihad)શહેરમાં ડોક્ટર યુવતીના પરિવારજનોએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ધરણાં કર્યાં હતાં. તેમનું કહેવું હતું કે, તેમની દીકરી ડોક્ટરનો અભ્યાસ કરતી હતી અને એક વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે લગ્ન કરી લીધા છે.(Bapunagar police station) આ બાબતની જાણ હિન્દુ સંગઠનોને થતાં તેઓ પમ પોલીસ સ્ટેશન પહોંચી ગયાં હતાં અને દીકરીને શોધવા રજૂઆત કરી હતી. પોલીસે તમામને સાંત્વના પાઠવીને ત્રણેક દિવસમાં દીકરીને શોધવાની બાંહેધરી આપી છે.
યુવતી ડોકટરનો અભ્યાસ કરતી હતી
પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આજે એક યુવતીના પરિવારજનોએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ધરણાં કર્યાં હતાં. આ બાબતની જાણ વાયુવેગે પ્રસરી જતાં હિન્દુ સંગઠનો અને અન્ય લોકો પણ ત્યાં પહોંચી ગયા હતાં. એક યુવતી ડોકટરનો અભ્યાસ કરતી હતી અને કલોલમાં કોઈ કોર્સ માટે ગઈ હતી.(girls family protest) આ દરમિયાન તેના સંપર્કમાં એક વિધર્મી કર્મચારી આવ્યો હતો. આ બાબતની જાણ તેના પરિવારને થતાં તેને પરત બોલાવી દીધી હતી. તેમજ તેના લગ્ન કરાવી દેવા માટે પ્રયાસો શરૂ કર્યા હતાં. પોલીસ સ્ટેશનમાં હિન્દુ સંગઠનો અને સામાજિક કાર્યકરોએ પોલીસને આ યુવતીને શોધી લાવવા માટે રજૂઆતો કરી હતી.
પરિવારજનોએ લવ જેહાદનો ગુનો દાખલ કરવા રજૂઆત કરી
આ યુવતીના પરિવારજનોનો આક્ષેપ છે કે તેમણે આ બાબતે અગાઉ પોલીસને જાણ કરી હતી પણ પોલીસે કોઈ પગલાં લીધા નહોતા. જેના કારણે તેમની દીકરીના લગ્ન વિધર્મી યુવક સાથે થઈ ગયાં છે. બાપુનગર પોલીસ સ્ટેશનમાં યુવતીના પરિવારજનોએ લવ જેહાદનો ગુનો દાખલ કરવા માટે ધરણાં પર બેસીને રજૂઆત કરી હતી. આ બાબતની જાણ અન્ય હિન્દુ સંગઠનોને થતાં મામલો વધુ ગંભીર બન્યો હતો અને તે ઉપરાંત બીજા લોકો પણ ત્યાં યુવતીના પરિવારજનો સાથે આવીને ઉભા રહ્યા હતાં. ત્યાર બાદ પોલીસે તમામને કહ્યું હતું કે, દીકરીને ત્રણેક દીવસમાં શોધીને લાવીશું. આ યુવતીએ વિધર્મી સાથે લગ્ન કર્યાં છે કે નહીં તે અંગે પણ પોલીસે સક્રિય થઈને તપાસ શરૂ કરી દીધી છે.